Wednesday, April 19, 2023

મિત્રતા કેળવી યુવતીના ફોટા તેના ફિયાન્સને મોકલ્યા, શખસે લગ્ન નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ | Befriended girl sends photos to her fiance, threatens to kill him if he doesn't marry, complains | Times Of Ahmedabad

વડોદરા37 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર.

વડોદરામાં એક શખ્સે યુવતી સાથે મિત્રતા કેળવીને તેના ફોટો અને વાતચીતનું રેકોર્ડિંગ તેના ફિયાન્સને મોકલી આપ્યું હતું અને યુવતીને ધમકી આપી કે, જો તે તેની સાથે લગ્ન નહીં કરે તો તેને જાનથી મારી નાખશે. આ ધમકી આપનાર શખ્સ સહિત 2 લોકો વિરુદ્ધ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે.

યુવતીના ઘરે જઈને ગંદી ગાળો બોલીને ગદડાપાટુનો માર માર્યો
આરોપી રામપાલ ઉર્ફે બાબુ મુન્નુસિંગ યાદવે યુવતી સાથે મિત્રતા કેળવી તેના ફોટા તથા બંન્નેની વાતયીતનુ રેકોર્ડીંગ મોબાઇલમાં કરીને તેની સગાઇ થયેલ હતી, તેને મોકલી આપી તેની સાથે લગ્ન કરવા માટે અવારનવાર ધમકીઓ આપી હતી. આરોપી રામપાલ ઉર્ફે બાબુ મુન્નુસિંગ યાદવ હાલ (રહે. અંબિકાનગર બાપા સીતારામ વાળી ગલીમાં સમા, વડોદરા, મુળ રહે, નગલા દલીપ, પંથરાગામની બાજુમાં તા.સીમરામઉ જી.કનોજ, ઉતર પ્રદેશ) અને સત્યવીરસિંગ રવિન્દ્રસિંગ યાદવ હાલ (રહે. 19, નહેરુનગર ન્યુ સમા રોડ, સમા, વડોદરા) બંનેએ ભેગા મળી યુવતીના પિતાને તેમની દીકરીના લગ્ન રામપાલ યાદવ સાથે કરવા જણાવ્યું હતું અને જો નહી કરે તો ગોળી મારીને પતાવી દઈશ તેવી ધમકીઓ આપી હતી અને ગંદી ગાળો બોલીને ગદડાપાટુનો માર માર્યો હતો.

જાનથી મારી નાખવાની ધમકી આપી
યુવતી બજારમાં શાકભાજી લેવા જતી હોવાથી તેનો પીછો કરી લગ્ન અંગે વાતચીત કરી હતી અને લગ્ન નહીં કરે તો મારી નાખીશ તેવી ધમકી આપી તેનો હાથ પકડીને ખેચી લીધી હતી, જેથી યુવતીએ બુમાબુમ કરતા આરોપી રામપાલ ભાગી ગયો હતો. આ મામલે યુવતીના પિતાએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે…