પ્રથમ શ્રેણી ક્રિકેટનું મેદાન બનવાની શરૂઆત | Beginning to become a first-class cricket ground | Times Of Ahmedabad

ભાવનગર34 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ભાવનગર યુનિ. ક્રિકેટ ગ્રાઉન્ડની કાયાકલ્પની શરૂઆત થઈ ચૂકી છે - Divya Bhaskar

ભાવનગર યુનિ. ક્રિકેટ ગ્રાઉન્ડની કાયાકલ્પની શરૂઆત થઈ ચૂકી છે

  • એમ.કે.ભાવનગર યુનિ. મેદાન ખાતે આઠ પિચો સહિતનું અદ્યતન મેદાન બનાવાશે : ગોહિલ

ભાવનગરના ક્રિકેટરો રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું કૌવત બતાવી ચૂક્યા છે, અનેક ખેલાડીઓ પ્રથમ શ્રેણી ક્રિકેટ રમી રહ્યા છે, અને રમી ચૂક્યા છે. પરંતુ ભાવનગર પાસે ક્રિકેટ મેદાનની સ્પષ્ટ ઉણપ વર્તાઇ રહી હતી. હવે ભાવનગરને પણ પ્રથમ શ્રેણી ક્રિકેટ કક્ષાનું મેદાન મળવાના સંજોગો નિર્માણ પામ્યા છે. એમ.કે.ભાવનગર યુનિવર્સિટીના ક્રિકેટ મેદાનની કાયાકલ્પ થવાની શરૂઆત થઇ ચૂકી છે.

ભાવનગરમાં 1994માં છેલ્લે રણજી ટ્રોફીની મેચ યુનિવર્સિટી મેદાન ખાતે રમાડવામાં આવી હતી. ત્યારબાદ પ્રથમ શ્રેણી ક્રિકેટ મેચ અંગેના બીસીસીઆઇના કાયદા અને આવશ્યક્તાઓ, સગવડતાઓને ભાવનગરના મેદાન પરિપૂર્ણ કરી શક્તા નહીં હોવાથી 29 વર્ષથી ભાવનગરમાં એકપણ રણજી ટ્રોફી મેચ રમાઇ ન હતી.

એમ.કે.ભાવનગર યુનિવર્સિટી દ્વારા સંપૂર્ણ ક્રિકેટ મેદાન અને 8 પિચ બીસીસીઆઇના પ્રથમ શ્રેણી ક્રિકેટના માપદંડો મુજબનું બનાવવાની શરૂઆત થઇ ચૂકી છે. હાલ ભાવનગર યુનિ. મેદાનને સંપૂર્ણપણે ખેડવામાં આવ્યુ છે, તેમાં 8 પિચ, પૂર્ણકદની બાઉન્ડ્રી, સંપૂર્ણ ઘાસ વાળુ મેદાન, ડ્રેનેજ સીસ્ટમ, ઘાસને પાણી આપવા માટેની ફુવારા પધ્ધતિનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એમ.કે. ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક દિલીપસિંહ ગોહિલના જણાવ્યા પ્રમાણે, યુનિવર્સિટી ક્રિકેટ મેદાનને બીસીસીઆઇની આવશ્યક્તા મુજબનું બનાવવામાં આવી રહ્યું છે. હાલ મેદાન બનાવવાનું કામ પાયાથી શરૂ કરવામાં આવ્યુ છે. આ એક નમૂનેદાર અને અદ્યતન મેદાન બનાવવામાં આવશે.

એનઆઇએસ ક્રિકેટ કોચ કવિન્દ્ર ગોહેલના જણાવ્યા પ્રમાણે, કોઇપણ ખેલાડીના વિકાસમાં મેચ પ્રેક્ટિસ મહત્વની હોય છે, હવે મેચ પ્રેક્ટિસ માટે ખેલાડીઓને વધુ એક વિકલ્પ ઉપલબ્ધ બનશે. ઉપરાંત ભાવનગરમાં સારી મેચો રમાડવામાં આવશે તેનાથી પણ ક્રિકેટનો વિકાસ શક્ય છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post