Thursday, April 20, 2023

ભરૂચ રેલવે પોલીસે ચાર ટ્રેનમાંથી મહિલા સહીત ચાર ઈસમોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા | Bharuch Railway Police seized four persons, including a woman, from four trains with foreign liquor | Times Of Ahmedabad

ભરૂચ26 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભરૂચ રેલ્વે સ્ટેશનના પ્લેટ ફોર્મ નંબર-3 ઉપર ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં વિદેશી દારૂનો જથ્થો લઈ એક ઇસમ આવી રહ્યો છે, જેવી બાતમીના આધારે આર.પી.એફ.પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળો ઇસમ ટ્રેનમાંથી ઉતરી ઉતાવળે ઉતાવળે બહાર નીકળી રહ્યો હતો, જેને અટકાવી તેની પાસે રહેલી બેગમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 24 નંગ બોટલ મળી કુલ 4 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અંકલેશ્વરના નવા દીવા ગામના પટેલ ફળિયામાં રહેતો જયેશ રવિદાસ વસાવાને ઝડપી પાડ્યો હતો. આવી જ રીતે ગુજરાત એક્સપ્રેસ ટ્રેનના વચ્ચેના ભાગેથી એક ઇસમને પોલીસે તેને અટકાવી તેની પાસે રહેલી બેગમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 24 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 4 હજારના મુદ્દામાલ સાથે અંકલેશ્વરના અંદાડાની વન લક્ષ્મી સોસાયટીમાં રહેતો આકાશકુમાર અનીલ પટેલને ઝડપી પાડ્યો હતો.

જયારે આવી અંકલેશ્વર રેલવે સ્ટેશન ઉપર દહેરાદૂન એક્સપ્રેસ ટ્રેનમાંથી મહિલાને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી. જયારે પાનોલી રેલવે સ્ટેશન ઉપર ગુજરાત ક્વીન એક્સપ્રેસ તેમાંથી એક ઈસમને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો આમ ચાર ઇસમોને 10 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: