Monday, April 3, 2023

ભરૂચની પરિણીતા પર શક-વહેમ રાખી શારીરિક-માનસિક ત્રાસ અપાયો, મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો | Bharuch's wife was subjected to physical and mental torture under suspicion, a crime was registered in the women's police station | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Bharuch’s Wife Was Subjected To Physical And Mental Torture Under Suspicion, A Crime Was Registered In The Women’s Police Station

ભરૂચએક કલાક પહેલા

  • કૉપી લિંક

ભરૂચમાં રહેતી પરિણીતા પર શક અને વહેમ રાખી પતિ સહિતના સાસરિયાઓએ શારીરિક-માનસિક ત્રાસ અપાતા પરિણીતા દ્વારા પતિ સહિતના સાસરિયાઓ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે.

ભરૂચના લાલ બજાર ખાનું ખાડી ફળિયામાં રહેતા વર્ષાબેન દીપકભાઈ સોલંકીના લગ્ન 2005માં સમાજના રીતિરિવાજ મુજબ વડોદરાના આજવા રોડ ખોડીયાર નગર ખાતે રહેતા કેતન મંગળ સોલંકી સાથે થયા હતા. લગ્ન દરમિયાન તેઓને એક પુત્રી અને એક પુત્રનું સુખ મળ્યું છે.લગ્નના એક વર્ષ સુધી પતિ સારી રીતે રાખતા હતા. જે બાદ શક વહેમ રાખી ઝઘડો કરી મારઝૂડ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરે છે.

મહિલાના સાસુ,જેઠાણી અને જેઠ તેમજ નણંદ પતિને ચઢામણી કરી ઝઘડો કરી માનસિક રીતે હેરાનગતિ કરી ત્રાસ આપતા પરિણીતાએ પતિ,સાસુ અને જેઠ,જેઠાણી તેમજ નણંદ વિરુદ્ધ ભરૂચ મહિલા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.