ભાવનગર જિલ્લામાં એપ્રિલ માસના ચોથા સપ્તાહમાં સ્વાગત સપ્તાહની ઉજવણી થશે, પ્રશ્નોનું નિરાકરણ લાવવા અધિકારીઓને કલેક્ટરની તાકીદ | Bhavnagar district to celebrate welcome week in fourth week of April, collector urges officials to resolve issues | Times Of Ahmedabad

ભાવનગર7 કલાક પહેલા

  • કૉપી લિંક

ભાવનગર જિલ્લામાં એપ્રિલ માસનાં ચોથા સપ્તાહમાં સ્વાગત સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. તે અંતર્ગત જિલ્લા કલેકટર કચેરી, આયોજન હોલ ખાતે જિલ્લા કલેકટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

એપ્રિલ માસનાં ચોથા સપ્તાહને સ્વાગત સપ્તાહ તરીકે ઉજવાશે
આ બેઠકમાં કલેકટરએ ઉપસ્થિત અધિકારીઓને સ્વાગત સપ્તાહ અંતર્ગતના પ્રશ્નો સ્વીકારીને તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નો કરવા અંગે જણાવ્યું હતું. મુખ્યમંત્રીનાં જનસંપર્ક કાર્યક્રમ હેઠળ ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતની શરૂઆત કે જે તા.24/4/2003 થી થયેલ હતી તેને એપ્રિલ-2023 માં 20 વર્ષ પૂર્ણ થતા સરકાર દ્વારા એપ્રિલ માસનાં ચોથા સપ્તાહને સ્વાગત સપ્તાહ તરીકે ઉજવવાનું નિયત કરવામાં આવેલ છે. સરકારનાં લોકાભિમુખ વહીવટની આ બાબતથી નાગરિકો અવગત થાય અને તેનો મહત્તમ લાભ મેળવી શકે તે ઉદ્દેશથી આ કાર્યક્રમ અંતર્ગત 11 એપ્રિલથી 29 એપ્રિલ સુધી સ્વાગત સપ્તાહનો અવેરનેસ કાર્યક્રમ તેમજ ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગત- જિલ્લા સ્વાગત આયોજન કરવામાં આવનાર છે.

નાગરિકો અવગત થઈ તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ
જેમાં તા.11-4-2023 થી તા.17-4-23 સુધી ગ્રામ સ્વાગત માટેનાં પ્રશ્નો સ્વીકારવા માટેનાં કેમ્પનું આયોજન, તા.24-4-23 થી તા.26-4-23 સુધી તાલુકા સ્વાગતનું આયોજન અને તા.27-4-23નાં રોજ જિલ્લા સ્વાગતનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં જાહેર જનતાને સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો, રજુઆત જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સ્વાગત માટેનાં કેમ્પમાં સંબંઘીત તલાટી કમ મંત્રીને, તાલુકા સ્વાગત માટે સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા જિલ્લા સ્વાગત માટે કલેકટર કચેરી ખાતે રજુ કરવા અનુરોધ કરવામાં આવેલ છે. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર બી.જે.પટેલ સહિતના તાલુકાના પ્રાંત અધિકારીઓ તેમજ મમલતદારઓ તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post