ભુજના મેકઅપ આર્ટિસ્ટ મહિલાને ઓનલાઈન છેતરવાનો પ્રયાસ કરાયો, પોલીસે તપાસ હાથ ધરી | Bhuj's makeup artist woman tried to cheat online, police investigates | Times Of Ahmedabad

કચ્છ (ભુજ )4 કલાક પહેલા

  • કૉપી લિંક

વર્તમાન યુગમાં ડિજિટલ પેમેન્ટનું ચલણ લોકોમાં ખૂબ વધી ગયું છે તો તેના સારા પરિણામ સાથે આડઅસર થતી હોવાના કિસ્સા પણ વ્યાપકપણે બની રહ્યા છે. ખાસ કરીને ઓનલાઈન પ્રેમન્ટનો વપરાશ પ્રતિદિન વધી રહ્યો છે તેમાં કેટલાક વપરાશકર્તાઓ નંબર તપાસ્યા વગર જ આંખ બંધ કરીને પેમેન્ટ કરતા હોય છે. ત્યારે આજે ઓનલાઈન પેમન્ટ કરનારાઓ માટે લાલબત્તી ધરતો બનાવ ભુજ શહેરમાં સામે આવ્યો છે.

ભુજ શહેરના જૂની રાવલવાડી વિસ્તારમાં બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતા 37 વર્ષીય મેકપ આર્ટીસ્ટ રીના ભૂડીયા (પટેલ)ને મેકપ માટે ઓર્ડર બુક કરવા વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો અને ઓર્ડર બુક કરવા માટે 1 હજારના બદલે 10 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હોવાનો ખોટો મેસેજ મળ્યો હતો. ઓનલાઈન એકાઉન્ટ પર 10 હજાર રૂપિયા સ્વીકારવા રિસીવ મેસેજ આવ્યો હતો પરંતુ રીના ભુડીયાએ બેન્કની એપ્લિકેશન ચેક કરતા ખાતામાં રૂપિયા જમા ન થતા ચોંકી ઉઠ્યા હતા. મેસેજ રિસીવ કર્યો ના હતો. જોકે, ઓનલાઈન પેમેન્ટ પર કાંઈ અજૂગતુ લાગતા રીના ભુડીયાએ અજાણ્યા નંબરના વ્યક્તિને તેમના પતિ પોલીસ ખાતામાં હોવાનું ફોન પર જણાવતા જ અજાણ્યા નંબરના વ્યક્તિએ તેમનો ફોન બ્લોક કર્યો હતો. સદભાગ્યે આ મામલે કોઇ રકમ ખાતામાંથી બાદ થઈ ના હતી.

સમગ્ર ઘટના મામલે રીના ભુડીયાએ ભુજ શહેર પોલીસની સી-ટીમને જાણ કરી હતી અને અન્ય લોકો આવી છેતરપીંડીનો ભોગ ન બને તેથી પોલીસમાં લેખીત રજૂઆત કરી હતી. ઘટના બાદ ભુજ પોલીસની સી-ટીમ દ્વારા લોકોને જાગૃતતા દાખવવા અને ઓનલાઈન પેમેન્ટ પર સચેત રહેવા અનુરોધ કર્યો હતો. સાયબર ક્રાઇમ દ્વારા છેતરપીંડી કરનાર અજાણ્યા નંબરના ઇસમ સામે કાર્યવાહી કરવા વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post