ગાંધીનગરના પોલીસ ભવન ખાતે ત્રિનેત્રમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનું પણ બાઈક ચોરાયું | The bike of a constable on duty in Trinetra at Police Bhawan in Gandhinagar was also stolen | Times Of Ahmedabad

ગાંધીનગર23 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગરનાં પોલીસ ભવન ખાતે ત્રિનેત્રમાં ફરજ બજાવતા એસઆરપીએફ ગ્રુપ – 16 ના કોન્સ્ટેબલનું પણ ઘર આગળથી બાઈક ચોરાઈ જતાં સેકટર – 7 પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ છે. ગુજરાત પોલીસ દળના VISWAS પ્રોજેકટ અંતર્ગત કાર્યરત કરાયેલા ત્રિનેત્ર-ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (i3C) ને ભારત સરકારના નેશનલ ઇ-ગર્વનન્સ ગોલ્ડ એવોર્ડનું ગૌરવ સન્માન મળ્યું છે.VISWAS Project અંતર્ગત 34-જિલ્લાના મુખ્ય મથકો, 6-પવિત્ર યાત્રાધામો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા મળી કુલ 41-શહેરોમાં ટ્રાફિક જંકશન, એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ અને અન્ય સ્ટ્રેટેજિક સ્થળોએ 7,000+ CCTV કેમેરા લગાવી, સંબંધિત જિલ્લાના “નેત્રમ” થી જોડવામાં આવ્યા છે.

તમામ જિલ્લાઓના ‘નેત્રમ’ ને ગાંધીનગર સ્થિત Trinetra સાથે integrate કરવામાં આવેલ છે.ત્રિનેત્ર ખાતે સી.સી.ટીવી કેમેરા, બોડી વોર્ન કેમેરા તથા ડ્રોન કેમેરાની લાઇવ વિડીયો ફીડ જોઇ શકાય છે. ત્યારે અહીં એટેચમાં ફરજ બજાવતા એસઆરપી ગૃપ – 16નાં કોન્સ્ટેબલનું બાઈક ચોરાઈ જતાં ખુદ પોલીસને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનો વખત આવ્યો છે.

ગાંધીનગરના સેકટર – 14 પ્લોટ નંબર 109/2 ખાતે રહેતા કિરણસિંહ રંગતસિંહ રાજસિંહ વાઘેલા એસ.આરપીએફ.ગૃપ-16 ભચાઉમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. અને હાલમાં એટેચમાં પોલીસ ભવન ખાતે ત્રિનેત્રમાં ફરજ પર છે. ગત તા. 29 મી માર્ચે નોકરીથી પરત ફરી રાત્રીના સમયે તેમણે પોતાનું બાઇક ઘર આગળ પાર્ક કર્યું હતું.

બીજા દિવસે સવારે તેઓ નોકરી જવા નિકળ્યા હતા. ત્યારે બાઇક ઘર આગળ જોવા મળ્યું ન હતું. જેથી તેમણે આસપાસના વિસ્તારોમાં બાઈકની શોધખોળ કરી હતી. જે આજદિન સુધી મળી નહીં આવતાં આખરે કોન્સ્ટેબલ કિરણસિંહ વાઘેલાએ સેકટર – 7 પોલીસ મથકમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post