બસ સ્ટેન્ડમાં કોમ્પ્યુટર રિપેર કરવા ગયેલા ટેકનીશ્યનનું બાઈક ચોરાયું, તો બીજા બનાવમાં માથુકીયા હોસ્પિટલ પાસેથી દર્દીની બાઈકની ઉઠાંતરી | The bike of a technician who went to repair a computer at a bus stand was stolen, in another incident a patient's bike was stolen from Mathukia Hospital. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gondal
  • The Bike Of A Technician Who Went To Repair A Computer At A Bus Stand Was Stolen, In Another Incident A Patient’s Bike Was Stolen From Mathukia Hospital.

ગોંડલ15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગોંડલમાં બાઈક ચોરોનો આંતક વધી ગયું હોય તેવુ હાલ સામે આવી રહ્યું છે. ગોંડલ શહેરમાં એકસાથે બે જગ્યાએથી બાઈક ચોરીની ઘટના સામે આવી છે. જેમાં પહેલાં બનાવમાં બસ સ્ટેન્ડ પર કોમ્પ્યુટર રિપેર કરવા આવેલા ટેકનીશ્યનનું બાઈક ચોરાયું હતુ. તો બીજા એક બનાવમાં હોસ્પિટલે દર્દીના ઓપરેશન માટે આવેલા યુવાનનું પણ બાઈક ચોરાયું હતુ. પોલીસે હાલ બંને ગુનાઓની ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બસ સ્ટેન્ડમાં લગાવેલા CCTV કેમેરા માત્ર શોભાના ગાંઠિયા સમાન
ગોંડલ શહેરના જેતપુર રોડ ઉપર ભક્તિ હોસ્પિટલની સામે કોમ્પયુટર કેર નામે દુકાન ધરાવતા અને ગુજરાત હાઉસીંગ બોર્ડ બ્લોક ખાતે રહેતા કેતન પ્રફુલભાઇ ઠાકર ઉવ.34 પોતાનું કાળા કલરનું સ્પલેન્ડર પ્રો. GJ-03-Fc-9392 લઈને બસ સ્ટેન્ડ ખાતે કોમ્પ્યુટર રિપેર કરવા માટે ગયા હતા. ત્યારે પાર્ક કરેલા હોન્ડા બાઈકની કોઈ ચોરી થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઉપરોક્ત ટેકનીશ્યનએ બસ સ્ટેન્ડનાં સીસીટીવી તપાસ કરતા બસ સ્ટેન્ડે હાજર સ્ટાફે સીસીટીવી બંધ હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે બસ સ્ટેન્ડ દિવસ રાત દરમ્યાન અનેક મુસાફરો અપડાઉન કરતા ધંધાર્થીઓ, નોકરિયાતો અને વિધાર્થીઓની અવરજવર રહેતી હોય છે. ખાસ કરીને સીસીટીવી કેમેરા બંધ હોય વિદ્યાર્થીનીઓની સુરક્ષાને ધ્યાને લઈ બસ સ્ટેન્ડ તંત્રએ તાકીદે સીસીટીવી કેમેરા શરૂ કરવા જોઈએ તેવી માગ ઉઠવા પામી છે.

હોસ્પિટલે દર્દીના ઓપરેશન માટે આવેલા યુવાનનું પણ બાઈક ચોરાયું
જ્યારે બીજા બાઈકની ચોરીની ફરિયાદ અક્ષય દીલીપભાઇ જાટીયા ઉવ.24 (રહે મોટા દડવા) એ લખવી હતી અને જણાવ્યું હતું કે તેઓ GJ-03-MA-3394 વાળુ બાઈક લઈ ત્રણ ખુણીયા પાસે આવેલી માથુકીયા હોસ્પિટલમાં મોટા ભાઇ અનિરુધ્ધભાઇના સારણગાઠનાં ઓપરેશન માટે આવ્યા હતા અને કોઈ બાઈક ચોરી કરી લઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم