સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા જવેલર્સ માટે BIS હોલમાર્કિંગમાં HUIDનો અમલ હાલ પૂરતો મુલતવી રાખવાની માગ કરાઈ | Saurashtra Chamber of Commerce and Industry has demanded that the implementation of HUID in BIS hallmarking for jewelers be postponed for the time being. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Saurashtra Chamber Of Commerce And Industry Has Demanded That The Implementation Of HUID In BIS Hallmarking For Jewelers Be Postponed For The Time Being.

ભાવનગર17 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્રારા જવેલર્સ માટે BIS હોલમાર્કિંગમાં HUIDનો અમલ હાલ પૂરતો મુલતવી રાખવા ડાયરેક્ટર જનરલ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ(BIS) ન્યુ દિલ્હીને રજૂઆત કરવામાં આવી હતી એ સાથે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ પથિક પટવારીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

નાના જવેલર્સને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત

ભાવનગર શહેર જિલ્લાના વિવિધ જવેલર્સ એસોસિએશનનાં હોદ્દેદારો અને અગ્રગણ્ય જવેલર્સનાં પ્રતિનિધિઓ દ્વારા આગામી તા.1 લી એપ્રિલ-2023 થી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) દ્વારા સોનાની સુદ્ધતા માટે BIS હોલમાર્કિંગનો 6 અંકોનો HUID અમલમાં આવનાર હોય જેના અમલીકરણમાં અનેક વિસંગતતાઓ અંગે અને તેમાં નાના જવેલર્સને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી, પ્રશ્નની ગંભીરતાને ધ્યાને લઇ સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા તુરંત જ તેના નિરાકરણ માટે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ન્યુ દિલ્હીના ડાયરેક્ટર જનરલ પ્રમોદકુમાર તિવારી(IAS)ને પત્ર પાઠવી વિવિધ મુદ્દાઓ અંગે પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

મર્યાદા 10 ગ્રામ સુધી હોવી જોઈએ
આ નિયમના કારણે નાના વેપારીઓને ખુબ જ મુશ્કેલીઓ પડશે. હાલમાં 2 ગ્રામ સુધીના દાગીનાને હોલમાર્કમાંથી મુક્તિ આપવામાં આવેલ છે જે મર્યાદા 10 ગ્રામ સુધી હોવી જોઈએ, ઘાટની કેટલીક આઈટમોમાં 10 ગ્રામ સુધી હોલમાર્કિંગ કરવું ખુબ જ મુશ્કેલ છે જે માટે આ પ્રકારની આઈટમોમાં છૂટછાટ આપવી જોઈએ, આ નિયમ ફક્ત 50 લાખથી વધારે ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે જ હોવો જોઈએ.

હોલમાર્કિંગ માટેની કચેરીઓની સંખ્યા ખુબ જ ઓછી
આ પત્રમાં વિશેષમાં જણાવાયું છે કે, રાજ્યમાં હોલમાર્કિંગ માટેની કચેરીઓની સંખ્યા ખુબ જ ઓછી હોવાથી અધિકારીઓ વેપારી પાસેથી ઘરેણામાંથી નમુના લઇ જાય છે અને તે લાંબા સમય સુધી સંબંધિત કચેરીમાં પડ્યા રહે છે જેના કારણે વેપારીઓને તકલીફ પડે છે, BIS હોલમાર્કની એપ્લીકેશનમાં મેન્યુફેક્ચરર કે ટ્રેડર્સનું નામ બતાવવામાં આવે છે તે બંધ થવું જોઈએ કારણ કે તેનાથી વેપારીઓની પ્રાઈવસી જળવાતી નથી. આ ઉપરાંત HUID કોડના અમલીકરણ માટે ત્રણ માસનો સમયગાળો એટલે 1 જુલાઈ 2023 સુધી વધારવા અને ઉપરોક્ત સૂચનોના અમલીકરણ અંગે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post