મહેસાણા6 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજ્યના પવિત્ર યાત્રાધામોમાં સ્વચ્છતા જળવાઈ રહે તેમજ યાંત્રિક યાત્રાધામોને સુખદ અનુભવ માણી શકે તેથી અખાત્રીજના પાવન દિવસે રાજ્યવ્યાપી યાત્રાધામ સફાઈ અભિયાન હાથમાં આવી છે તેના ભાગરૂપે મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આજરોજ રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર પટેલ સાહિત્ય અગ્રણીઓએ પોતાના હાથમાં ઝાડવું લગાવી સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા આયોજિત યાત્રાધામ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભારતનું પ્રથમ સૌર ઉર્જા વિલેજ મોઢેરા સ્થિત સૂર્ય મંદિર તથા આસપાસના વિસ્તારમાં સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ પ્રસ્થાપિત કર્યો.જેમાં આજે મોઢેરા સૂર્યમંદિર સહિત ના વિસ્તારમાં રાજ્ય સભા સાંસદ જુગલજી ઠાકોર,સાંસદ શારદાબેન પટેલ,મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલ,અને જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ ભાઈ પરમાર ઉપસ્થિત રહી સફાઈ અભિયાન હાથ ધર્યું હતુ.

મહેસાણાના ધારાસભ્ય મુકેશ ભાઈ પટેલે જણાવ્યું કે મોઢેરા ખાતે મોઢેશ્વરી માતાજી મંદિર અને સૂર્ય મંદિર મા સમગ્ર ગ્રામજનો અને જિલ્લા વહીવટી તંત્ર સાથે આજુબાજુ માં રહેલ ગંદકી દૂર કરી ગ્રામજનોને સંદેશ આપવા માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ સ્વચ્છતા એક દિવસ પૂરતી નહિ પરંતુ આગામી બધા જ દિવસોમાં આવી સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પોગ્રામ રાખવામાં આવ્યો હતો.

બેચરાજી ધારાસભ્ય અને કડી ધારાસભ્યએ બહુચર માતા મંદિરમાં સફાઈ કરી
સમગ્ર ગુજરાતના યાત્રાધામોમાં આજે ભાજપના અગ્રણીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું જે અંતર્ગત મહેસાણા જિલ્લાના યાત્રાધામ બેચરાજી ખાતે મા બહુચરના મંદિર પરિસર વિસ્તારમાં કડી ધારાસભ્ય કરશન ભાઈ સોલંકી અને બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોરે પોતાના હાથમાં ઝાડુ ઉપાડી કચરો સાફ કર્યો હતો.