Wednesday, April 19, 2023

ભાજપ જિલ્લા સંગઠન, સંઘ પરિવાર, જનપ્રતિનિધિઓ અને સંકલન સમિતિ સાથે દિવસભર બેઠક કરશે | The BJP will hold a day-long meeting with the district organization, Sangh Parivar, public representatives and coordination committee | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • The BJP Will Hold A Day long Meeting With The District Organization, Sangh Parivar, Public Representatives And Coordination Committee

ભરૂચ6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 20 એપ્રિલ ગુરૂવારે દિવસભર ભરૂચમાં ઉપસ્થિત રહી સંપર્ક અને સંવાદ કાર્યકમ યોજશે. ભરૂચ જિલ્લાના ભાજપ સંગઠન, આગેવાનો, પદાધિકારીઓ, જન પ્રીતિનિધિઓ, સંઘ પરિવાર, કાર્યકર્તાઓ અને સંકલન સમિતિની બેઠક યોજવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે ભરૂચના પ્રવાસે આવી રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન, સંકલન સમિતિ, આગેવાનો, કાર્યકરો અને સંઘ પરિવાર સાથે સંવાદ તેમજ સંપર્ક કાર્યકમ માટે આગમન થઈ રહ્યું છે.

ભરૂચમાં ગુરુવારે તા. 20 એપ્રિલે સવારે 10.30 કલાકે જીએનએફસી ખાતે મુખ્યમંત્રીનું આગમન થશે. જિલ્લા ભાજપ સંગઠન સાથે તેઓ એક થી દોઢ કલાક બેઠક યોજશે. મુખ્યમંત્રી જિલ્લાના જન પ્રતિનિધિઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ, સાંસદ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સહિતના સાથે 45 મિનિટ સંવાદ કરશે. જે બાદ 30 મિનિટ સુધી સંઘ પરિવાર સાથે મુખ્યમંત્રીનો સંવાદ યોજાશે. બપોરે 45 મિનિટ સંકલન સમિતિ સાથે રાજ્યના મુખ્યમંત્રી સંકલન બેઠક કરવાના છે. જે બાદ જી એન એફ સી ગેસ્ટ હાઉસ થી સીધા ગાંધીનગર રવાના થશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: