- Gujarati News
- Local
- Gujarat
- Navsari
- Blood Bank In Navsari City Will Now Reach Out To The Patients On One Call And Fulfill The Need, A Service Blessed By The Red Cross Society.
નવસારી27 મિનિટ પહેલા
- કૉપી લિંક
આજકાલ ફૂડ મંગાવવા માટે મોબાઈલ એપ દ્વારા લોકો આંગળીના ટેરવે મનગમતું ભોજન મંગાવે છે પરંતુ આવશ્યક સેવામાં આવતા લોહી મંગાવવા માટે જાતે બ્લડ બેન્ક પર જઈને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ લોહી મળે છે. દરેક ક્ષેત્રમાં જ્યારે ટેકનોલોજીની મદદ વડે કામને સરળ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે તેવામાં નવસારીની રેડક્રોસ સોસાયટી એ પણ બ્લડ ઓન કોલ નામની સેવા શરૂ કરી છે. લોહીની જરૂરિયાતવાળા દર્દીઓને હોસ્પિટલમાં જઈને લોહી ઉપલબ્ધ કરાવવાની સેવાની શરૂઆત થઈ છે.

NABH માન્યતા ધરાવતી વર્ષ 1974થી સતત નવસારી જિલ્લામાં બ્લડ બેન્ક અને અનેકવિદ સેવાકીય કામગીરી કરનારી તેની 50માં વર્ષની ઉજવણી કંઇક ખાસ રીતે કર રહી છે. ત્યારે આ સંસ્થા લોકોને વધુ મદદરૂપ થઈને કરવા જઇ રહી છે. અત્યાર સુધી સિવિલ સહિત નવસારી શહેર અને જિલ્લાના હોસ્પિટલોમાં લોહીની જરૂરિયાત ધરાવતા દર્દીઓના સગાઓએ નિયત બ્લડ ગ્રુપ વાળુ ડોક્ટરનું રેકોર્મેન્ટ કરેલ કાગળ બ્લડ બેન્કમાં જઈને આપ્યા બાદ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેને લોહી આપવામાં આવતું હતું જોકે, ત્યાં સુધી દર્દીને કલાકથી બે કલાક બાદ લોહી મળતું હતું પરંતુ હવે રેડક્રોસ સોસાયટીએ માનવતા પૂર્ણ કાર્ય કરી બ્લડ ઓન કોલ નામની સેવાની શરૂઆત કરી છે.
રેડક્રોસના ગોલ્ડન જ્યુબિલી વર્ષની ઉજવણી અંતર્ગત સેવાકીય યજ્ઞ
નવસારી રેડક્રોસના 50 વર્ષ પુર્ણ થવા પર ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી કરવાનો નિર્ણય સંસ્થા તરફથી લેવામાં આવ્યો છે. આ સાથે જ સંસ્થા દ્વારા લોકોને રક્ત મેળવવા માટે સરળતા થઇ રહે તેના માટે નવી બે સેવાકીય પ્રવૃત્તિને અમલમાં મુકવામાં આવી છે. આ બે પ્રવૃત્તિની વાત કરીએ તો તેમાંથી એક પ્રવૃત્તિ છે ‘બ્લડ ઓન કોલ’ અને બીજી પ્રવૃત્તિ છે ‘જીવન રક્ષક દાતા’. ‘બ્લડ ઓન કોલ’ની પ્રવૃત્તિમાં દર્દીને હોસ્પિટલમાં જ બ્લડ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રવૃત્તિમાં હોસ્પિટલમાંથી દર્દીનું ફોર્મ અને સેમ્પલ લઇને રેડક્રોસમાં ફોન કરવામાં આવશે.
રેડક્રોસના કર્મચારી જેતે હોસ્પિટલમાં જઇને દર્દીનું ફોર્મ અને સેમ્પલ એકત્ર કરી પરત રેડક્રોસ બ્લડ બેન્ક પર આવશે. બ્લડ બેન્કનો ટેકનિકલ સ્ટાફ સેમ્પલ ક્રોસ મેચ કરી બ્લડ બેગ તૈયાર કરશે. બ્લડ બેગ તૈયાર થઇ ગયા બાદ પરત રેડક્રોસનો કર્મચારી બ્લડ બેગ લઇને હોસ્પિટલમાં પહોંચાડશે. આ સમગ્ર પ્રક્રિયામાં દર્દી પાસે કોઇપણ પ્રકારનો ડીલીવરી ચાર્જ લેવામાં આવશે નહીં. ઉપરાંત રિપ્લેસમેન્ટ પણ માંગવામાં આવશે નહીં. આ સેવાકીય પ્રવૃત્તિ એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી નિવડશે કે જેઓ બહારથી નવસારીમાં સારવાર માટે આવ્યાં હોય.
આ સાથે જ દર્દીના સગાને પણ બ્લડ એરેન્જ કરવાનું કોઇ ભારણ રહેશે નહીં. આમ, ‘બ્લડ ઓન કોલ’ અને ‘જીવન રક્ષક દાતા’ જેવી સેવાઓને થકી પોતાના 50 વર્ષની ખાસ પ્રકારની ઉજવણી થકી વધુમાં વધુ લોકો સુધી પહોંચી મદદરૂપ થવાનું કાર્ય રેડક્રોસ નવસારીએ ઉપાડ્યું છે.
જીવન રક્ષક દાતા પ્રવૃત્તિ
‘જીવન રક્ષક દાતા’ પ્રવૃત્તિ થકી લોકોને વિવિધ સમાજ અને વિવિધ સંસ્થાના સહયોગથી વિનામૂલ્યે રક્ત મળી રહે તેવી સેવા પણ શરૂ કરવામાં આવી છે. આ સેવા અંતર્ગત કોઇપણ સંસ્થા કે સમાજ દ્વારા પોતાના સભાસદ, કર્મચારી કે સમાજના સભ્યને જ્યારે બ્લડની આવશ્યકતા થાય ત્યારે રેડક્રોસ તરફથી કોઇપણ જાતના વહીવટી ખર્ચ વિના બ્લડ આપવામાં આવશે.
આ બાદ સંસ્થા કે સમાજ અને રેડક્રોસ દ્વારા નક્કી કરવામાં આવેલ સમયમર્યાદા બાદ સંસ્થા કે સમાજના સભાસદ, કર્મચારી કે સમાજના સભ્યોને જેટલા યુનિટ બ્લડ આપવામાં આવ્યું હોય તેનું સ્ટેટમેન્ટ તેઓને મોકલવામાં આવશે અને તેઓ જેતે રકમ રેડક્રોસને સરભર કરી આપશે. ‘જીવન રક્ષક દાતા’ અંતર્ગત સંસ્થા કે સમાજના લોકોને વિનામૂલ્યે રક્ત મળશે અને જેતે સમાજ કે સંસ્થાને લોકોની સેવા કરવાનો અવસર મળશે.