Saturday, April 1, 2023

બોરસદના જંત્રાલ ગ્રામ પંચાયતના કર્મચારીને યુવકે માર માર્યો, પાણીના ટેન્કરને લઇ કોમ્પ્યુટરમાં તોડફોડ કરી | Borsad's Jantral Gram Panchayat employee beaten up by youth, took water tanker and vandalized computer | Times Of Ahmedabad

આણંદ43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

બોરસદ તાલુકાના જંત્રાલ ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર પાસે આવેલો અરજદાર ઉશ્કેરાઇ ગયો હતો અને મારે પાણીનું ટેન્કર જોતું નથી. તેમ કહી ઓપરેટર પર હુમલો કર્યો હતો. મારમારી તેના ચશ્મા તોડી નાંખ્યાં હતાં. આ ઉપરાંત પંચાયતનું કોમ્પ્યુટર પણ તોડી નાંખ્યું હતું. આ અંગે વિરસદ પોલીસે અરજદાર સામે ગુનો નોંધ્યો હતો.

જંત્રાલ ગામમાં આવેલી બેંક ઓફ બરોડાની પાસે રહેતા પ્રતાપ ડાહ્યાભાઈ પરમાર જંત્રાલ ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. તેઓ શનિવારે ફરજ પર હાજર હતાં તે સમયે સવારના સમયે જંત્રાલ ગામમાં રહેતો નટુ ઉર્ફે ગપો રાવજી પરમાર પંચાયતમાં આવ્યો હતો અને પાણીનું ટેન્કર જોઇતું નથી, મને મારા પૈસા પાછા આપી દો. તેમ કહી ઝઘડો કરવા લાગ્યો હતો. જોકે, પ્રતાપે પાણીના ટેન્કરનો વહીવટ મારી પાસે નથી. તેમ જણાવતા નટુ વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને પ્રતાપ પર હુમલો કરી તેને લાફા મારી દીધાં હતાં. આ ઉપરાંત તેના ચશ્મા તોડી નાંખ્યાં હતાં અને કોમ્પ્યુટરમાં પણ તોડફોડ કરી હતી. જોકે, અન્ય કર્મચારીએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો. આ અંગે પ્રતાપ પરમારે વિરસદ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે નટુ ઉર્ફે ગપો રાવજી પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.