બોટાદ જિલ્લા કલેક્ટરે પરીક્ષા અન્વયે તૈયારીઓનો ચિતાર આપવા પત્રકરા પરિષદ યોજી; દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ વ્યવસ્થા | Botad District Collector held a press conference to give an overview of exam preparations; Special arrangement for disabled candidates | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Botad District Collector Held A Press Conference To Give An Overview Of Exam Preparations; Special Arrangement For Disabled Candidates

બોટાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

આગામી 9 એપ્રિલના રોજ જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષા યોજાનાર છે. જે અન્વયે બોટાદ જિલ્લા કલેક્ટર ડૉ. જીન્સી રોય દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં તેમણે પરીક્ષા અંતર્ગત વિવિધ તૈયારીઓનો ચિતાર આપ્યો હતો.

કલેક્ટરે જણાવ્યું હતું કે, “નવમી એપ્રિલના રોજ બોટાદ જિલ્લાના 46 પરીક્ષા કેન્દ્રોના 513 વર્ગખંડ ખાતે બપોરે 12.30થી 1.30 સુધી પરીક્ષા લેવાશે. બોટાદ જિલ્લા ખાતેથી 15 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા અન્વયે વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ, જિલ્લા કક્ષાએ એક ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. 4 ફ્લાઈંગ સ્કોડની ટીમ, વર્ગ 1 અને વર્ગ 2ના મળીને કુલ 46 અધિકારીઓ પરીક્ષા કેન્દ્રો પર તૈનાત રહેશે. તેમજ તેટલી સંખ્યામાં પરીક્ષા કેન્દ્ર સંચાલક, સી.સી.ટી.વી. ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. ઉમેદવારોને પરીક્ષા શરૂ થવાના અડધો કલાક પહેલા એટલે કે 12:00 વાગ્યા સુધી જ પ્રવેશ આપવામાં આવશે, ત્યારબાદ કોઇપણ ઉમેદવારને પ્રવેશ આપવામાં નહીં આવે. પોલીસ વિભાગ દ્વારા કોરોના સામે તકેદારીના ભાગરૂપે તમામ ઉમેદવારોનું ફેસ માસ્ક, સ્ક્રીનીંગ કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર ખાતે 01 PSI/ASI કક્ષાના અધિકારી તથા 02 HC/PC કક્ષાના કર્મચારીઓ, પોલીસ વિભાગ દ્વારા નિમણૂંક કરવામાં આવી છે. કેન્દ્ર ખાતે પુરુષ અને મહિલા પોલીસ કર્મીઓ ફરજ પર તૈનાત રહેશે”.

આ ઉપરાંત કલેક્ટરે ઉમેર્યું હતું કે, “પરીક્ષા નિર્ભયપણે, શાંત વાતાવરણમાં મુક્ત રીતે યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી જરૂરી જાહેરનામાં બહાર પાડવામાં આવ્યા છે. જેમાં પરીક્ષા કેન્દ્રની 100 મીટર ત્રિજ્યામાં ઝેરોક્ષ/ફેક્સના ઉપયોગ પર/મોટા અવાજે લાઉડ સ્પીકર, બેન્ડવાજાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દરેક પરીક્ષાકેન્દ્ર પર એક પી.એસ.આઈ અથવા એ.એસ.આઈ, બે હેડ કોન્સ્ટેબલ, બે મહિલા પોલીસ કર્મચારી ફરજ પર તૈનાત રહેશે. પરીક્ષા કેન્દ્ર ખાતે મોબાઇલ કે અન્ય કોઇ ઇલેકટ્રોનિક ઉપકરણ કે સાહિત્ય લઇ જવા દેવામાં આવશે નહીં. વહીવટી તંત્ર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે માટે કટિબદ્ધ છે.” સાથોસાથ કલેક્ટરે બોટાદ જિલ્લાવાસીઓને પરીક્ષા અન્વયે સહકાર આપવા અનુરોધ કર્યો હતો. પરીક્ષા સમયે ઉમેદવારને કોઈસમસ્યા ઉદભવે તો બોટાદ જિલ્લા કંટ્રોલરૂમ નંબર 02849271550 પર સંપર્ક સાધી શકે છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم