બોટાદનું કૃષ્ણ સાગર તળાવ તળિયા ઝાટક | Botad's Krishna Sagar Lake Bottom Jhatak | Times Of Ahmedabad

બોટાદ23 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • નગરના હાર્દસમા તળાવને સૌની યોજનાથી ભરવા માગ કરવામાં આવી

બોટાદના હાર્દસમા કૃષ્ણસાગર તળાવ ખાલી થઈને સુકાય રહ્યુ છે. આ તળાવમાં હાલમાં માત્ર એક-બે નાના-મોટા ખાડાઓ ભરેલા છે. ત્યારે સાવ તળીયા ઝાટક થાય અને તેમા રહેલ જળચર જીવો મૃત્યુ પામે તે પહેલા આ તળાવ સૌની યોજના દ્રારા ભરવામાં આવે તેવુ શહેરીજનો ઈચ્છી રહ્યાં છે.

બોટાદ શહેરમાં લોકો માટે જો બાગ બગીચા કે હરવા ફરવાનુ સ્થળ હોય તો તે છે. કૃષ્ણસાગર તળાવ. આ તળાવ હાલમાં સુકાય રહ્યું છે. તળાવમાં માત્ર બે ત્રણ નાના મોટા ખાડાઓ પાણીથી ભરેલા છે. આ ખાડાઓમાં જળચર જીવો માછલી, દેડકા, કાચબા સહિત નાના-મોટા જળચર જીવો આ તળાવમાં છે. પરંતુ પાણી આ તળાવમાં માત્ર 1 મહીના સુધી ચાલે એટલુ પાણી હોવાથી જો આ તળાવને સૌની યોજના દ્રારા ભરવામા નહીં આવે તો આવનાર દિવસોમાં આ તળાવમાં રહેલા જળચર જીવો મૃત્યુ પામશે. માટે વહેલાસર આ તળાવ સૌની યોજના દ્રારા ભરવામાં આવે તેવુ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

ગત વર્ષે આ તળાવ ખાલી થઈ જતાં આ જળચર જીવોને બચાવવા માટે ટેન્કરો દ્રારા તળાવમાં પાણીના ખાડાઓ ભરી આ જીવોને જીવનદાન આપ્યુ હતુ. ત્યારબાદ તંત્ર દ્રારા આખરે સૌની યોજના દ્રારા આ તળાવ ભરવામાં આવ્યુ હતુ. હાલમાં આ તળાવનુ તળીયું દેખાય રહ્યું છે. ત્યારે ગત વર્ષનું પુનરાવર્તન થાય તે પહેલા તંત્ર દ્રારા આ તળાવ સૌની યોજના દ્રારા ભરવામાં આવે જેથી જળચર જીવોની જીંદગી બચી શકે તેમ છે. ફોટો લાઈન: બોટાદના કૃષ્ણસાગર તળાવમાં પાણી ખુટી રહ્યુ છે, આ તળાવમાં માછલીઓનો સમુહ દેખાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم