વલસાડ28 મિનિટ પહેલા
- કૉપી લિંક

વલસાડ રૂરલ પોલીસે બાતમીના આધારે ચણવઈ બ્રિજ પાસે બાતમીવાળી કારને અટકાવવા ચેકપોસ્ટ બનાવી હતી. બાતમીવાળી કાર આવતા રૂરલ પોલીસની ટીમે કારના ચાલકને કાર અટકાવવાનો ઈશારો કર્યો હતો. કાર ચાલકે ગાંજાના જથ્થા સાથે પકડાઈ જવાની બીકે કારને રાજસ્થાન તરફ કાર હંકારો મૂકી હતી. રૂરલ પોલીસની ટીમે બાતમીવાળી ગાંજો ભરેલી કારનો ફિલ્મી ઢબે પીછો કરીને ધરમપુર ચોકડી પાસેથી કાર અટકાવી હતી. કારમાં બનાવેલા ચોર ખાનામાંથી કુલ 116 કિલો ગાંજાના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી હતી. રૂરલ પોલીસની ટીમે સીટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ SOGની ટીમને સોંપી હતી. SOGની ટીમે મેળવેલા આરોપીના રિમાન્ડ દરમ્યાન ગાંજાનો જથ્થો મંગાવનાર અને ભરી આપનાર આરોપીઓના નામ મેળવી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા બંને આરોપીઓના રિમાન્ડ પુરા થતા આજરોજ જુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે વિશાખાપટ્ટનમથી એક કારમાં બનાવેલા ચોર ખાનામાં વિપુલ પ્રમાણમાં ગાંજાનો જથ્થો ભરી આરોપીઓ કાર લઈને રાજસ્થાન તરફ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ રૂલર પોલીસની ટીમ ચણવઈ બ્રિજ પાસે બાતમીવાળી કારની વોચ ગોઠવી ઉભી હતી. જે દરમિયાન બાતમી વાળી કાર નંબર RJ-06-CE-7934 કાર આવતા કારના ચાલકને પોતાની કાર અટકાવવાનો રૂરલ પોલીસના જવાનોએ ઈશારો કર્યો હતો. કારના ચાલકે કારમાં સંતાડેલો ગાંજાના જથ્થા સાથે પકડાઈ જવાની બીકે કારના ચાલકે કારને રાજસ્થાન તરફ હંકારી મૂકી હતી. વલસાડ રૂલર પોલીસની ટીમે ગાંજાની બાતમીવાળી કારનો ફિલ્મી ઢબે પીછો કરી, ધરમપુર ચોકડી પાસે કારને અટકાવી કારમાં ચેક કરતા કારમાં બનાવેલા ચોર ખાનામાં 116 કિલ્લો ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની અટકાયત કરી હતી.

વલસાડ સીટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ SOG ની ટીમને સોંપી છે. SOGની ટીમે આરોપીઓના પ્રથાન 7 દિવસના અને ત્યાર વધુ રિમાન્ડ મેળવી કુલ 17 એપ્રિલ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. આરોપીઓને આ કેસમાં સંડોવાયેલા આરોપીઓના નામ અને કડીઓ મેળવી આ કેસમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. વલસાડ SOGની ટીમે ઝડપાયેલા બંને આરોપીઓના રિમાન્ડ પુરા થતા જુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.
