No results found

    બંને બહેનો આજે ખેડાના લીંબાસી પોલીસ સમક્ષ હાજર થઈ, એક યુવતીએ લગ્ન કરી લીધા; પોલીસે બંનેને નિવેદન લેવા વડોદરા લઈ ગઈ | Both sisters appeared before Limbasi police in Kheda today, one girl got married; Police took both to Vadodara to take statement | Times Of Ahmedabad

    નડિયાદ9 કલાક પહેલા

    • કૉપી લિંક

    વડોદરા શહેરના હરણી વિસ્તારમાંથી બે કોલેજિયન બહેનો લાપત્તા થતા છેલ્લા કેટલાક દિવસોથી આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. બંને દીકરીના પિતાએ પોતાની દીકરીઓને શોધી લાવવા માટે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. પોલીસે પણ બંને યુવતીઓનો પત્તો લાગે તે માટે આકાશ પાતાળ એક કરી દીધા હતા. ત્યારે આજે આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. બંને બહેનો સામેથી ખેડાના લીંબાસી પોલીસ મથકે હાજર થઈ ગઈ હતી અને બંને પોતાની મરજીથી જ ગઈ હોવાની વાત કરી હતી. એક બહેને લીંબાસીના એક યુવક સાથે લગ્ન કરી લીધા હોવાની વાત કરી હતી.

    સૌ પ્રથમ જાણીએ શું હતો સમગ્ર મામલો?
    વડોદરાના હરણી વિસ્તારમાં રહેતી બે ટ્વિન્સ બહેનો ગત 17 ફેબ્રુઆરીએ કોલેજ ગયા બાદ પોતાના ઘરે પરત આવી ન હતી. જેથી તેમના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી અને પોલીસને ગુમ થયા અંગેની જાણ કરી હતી. બંને બહેનો ગુમ થયાના એક બાદ એક દિવસો વિતવા લાગતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. પરંતુ, બંને દીકરીઓનો કોઈ પત્તો લાગતો ન હતો. દીકરીઓના પિતા દ્વારા પોતાની બંને દીકરી મળી જાય તે માટે મુખ્યમંત્રી સુધી પત્ર લખીને રજૂઆત કરી હતી. પોલીસે પણ સીસીટીવી અને ફોનની ડીટેઈલના આધારે તપાસ હાથ ધરી હતી.

    આજે બંને બહેનો લીંબાસી પોલીસ સમક્ષ હાજર થઈ
    વડોદરાના હરણી વિસ્તારમાં રહેતી અને કોલેજે ગયા બાદ 53 દિવસતી લાપત્તા બંને બહેનો આજે અચાનક ખેડાના લીંબાસી પોલીસ સ્ટેશન હાજર થઈ ગઈ હતી. બંને બહેનોની સાથે એક યુવક પણ હાજર થયો હતો. જેની સાથે એક બહેને લગ્ન કરી લીધા હોવાની વાત કરી હતી. બંને બહેનો પોતાની મરજીથી જ અહીં આવી હોવાની વાત કરી હતી.

    શું કહી રહી છે બંને બહેનો?
    ખેડાના લીંબાસી મથકે હાજર થયેલી બંને ટ્વિન્સ બહેનોએ કહ્યું હતું કે, પોતે પોતાની મરજીથી જ અહીં આવી છે. એક બહેને પોતાની સાથે રહેલા યુવક સાથે લગ્ન કરી લીધા હોવાની વાત કરી હતી. સાથે કહ્યું હતું કે, તેઓને વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં નિવેદન માટે લઈ જવામાં આવી રહ્યા છે. બંને બહેનોએ કહ્યું હતું કે, પોલીસ અમને બરોડામાં નિવેદન લઈ પ્રોટેક્શન સાથે પરત લીંબાસી મૂકી જાય.

    વડોદરા ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી
    બંને બહેનોનો કોઈ પત્તો ન લાગતો હોવાના કારણે તેમના પિતા દ્વારા ઉચ્ચસ્તરે રજૂઆતો કરવામાં આવી હતી. જેથી વડોદરા પોલીસ કમિશનર દ્વારા આ મામલાની તપાસ વડોદરા ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ છેલ્લા પંદર દિવસથી તપાસ કરી રહી હતી. તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને બંને બહેનોના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા હતા. પોલીસ આ તપાસમાં આગળ વધે તે પહેલા જ આજે બંને બહેનો સામેથી પોલીસ સમક્ષ હાજર થઈ જતા સમગ્ર મામલાને લઈ લગાવવામાં આવી રહેલી અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયું છે. પોલીસે હાલ બંને બહેનોના નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال