અમદાવાદ26 મિનિટ પહેલા
- કૉપી લિંક

- ટેસ્ટ પછી અધિકારીઓ અરજી તરત મંજૂર કરતા નથી
આરટીઓમાં વાહનનો ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા પછી અરજદાર પાસ હોય તો અધિકારીએ 24 કલાકમાં મંજૂરી આપવાની હોય છે. પરંતુ અધિકારીઓ એક મહિના સુધી પગલાં ન લેતાં હોવાથી લાઈસન્સ માટે દોઢથી બે મહિના રાહ જોવી પડે છે. રાજ્યની વિવિધ આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા પછી 4 હજાર લાઈસન્સ સમયસર મંજૂર થયાં નથી. અમદાવાદમાં રોજના 70થી 100 અરજદારોને એકથી બે મહિને પાકું લાઈસન્સ મળે છે.
પાકાં લાઈસન્સ એકથી બે મહિને આવે
અમદાવાદની ત્રણેય આરટીઓમાં રોજના એક હજારથી વધુ અરજદારો ડ્રાઈવિંગ ટેસ્ટ આપે છે. ટેસ્ટ આપ્યા પછી લાઈસન્સની અરજી મંજૂર કરવાની હોય છે. પરંતુ અધિકારીઓ કાર્યવાહી કરતા નથી. નિયમ મુજબ રોજના ડેટા મંજૂર કરવાના હોય છે. પરંતુ આમ ન થતાં પાકાં લાઈસન્સ એકથી બે મહિને આવે છે. અરજદાર પોતાની અરજી મંજૂર થઈ છે કે નહીં તે પૂછવા આરટીઓ આવે ત્યારે તેને જાણ કરાય છે. એ પછી અધિકારી સમક્ષ જઈને મંજૂરી મેળવાય છે અને પછી જ લાઈસન્સ મળે છે.