જૂનાગઢના રાજીવનગરમાં બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું | Brilliant students felicitated on the occasion of Baba Saheb Ambedkar's birth anniversary in Rajivnagar, Junagadh. | Times Of Ahmedabad

જુનાગઢએક કલાક પહેલા

  • કૉપી લિંક

જુનાગઢ રાજીવ નગર ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર ની 132 જન્મ જયંતી નિમિતે વિદ્યાર્થી સન્માન સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે જન્મ જયંતિમાં સમગ્ર જૂનાગઢમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં જૂનાગઢ રાજીવ નગરમાં શિક્ષણ હેતુ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધે તેવા હેતુથી અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી.રાજીવ નગર ખાતે વિદ્યાર્થીઓને 70 ટકાથી ઉપર ગુણ મળ્યા હોય તેવા વિદ્યાર્થીઓનો સન્માન કરવામાં આવ્યું હતું અને શૈક્ષણિક કીટના ભાગરૂપે આ વિદ્યાર્થીઓને બેગ રાઇટીંગ, પેડ સ્ટેશનરી સહિતની ભણતર ઉપયોગી ઈનામ ભેટ આપવામાં આવી .અને અનુસુચિત જાતિના દરેક વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જૂનાગઢના ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા .આ પ્રસંગે સૌ લોકોએ જય ભીમના નારા લગાવ્યા હતા અને રાજીવ નગર યુવક મંડળની વિદ્યાર્થી સન્માનની આ પહેલને આવકારી હતી.આ સમગ્ર કાર્યક્રમમાં રાજીવ નગરના કોર્પોરેટર જીવાભાઇ , પ્રવીણભાઈ દાફડા ,કલ્પેશભાઈ પરમાર, મુકેશભાઈ પરમાર મુકેશભાઈ ગોહેલ, મનોજભાઈ પરમાર ,શામજીભાઈ વાળા,ભરતભાઈ ગોહેલ , રસિકભાઈ તથા રાજીવ નગરના તમામ યુવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post