Sunday, April 23, 2023

અબડાસાના જખૌ પાસેના ઇબ્રાહિમપીર બેટ પરથી BSFને ચરસના 10 પેકેટ મળી આવ્યાં, તપાસ હાથ ધરી | BSF recovers 10 packets of charas from Ibrahimpir Bet near Jakhou, Abdasa, probe underway | Times Of Ahmedabad

કચ્છ (ભુજ )એક કલાક પહેલા

  • કૉપી લિંક

કચ્છના પશ્ચિમી દરિયા કાંઠાઓ પરથી ફરી એક વખત માદક પદાર્થ મળવાનો સીલસીલો શરૂ થઈ ચૂક્યો હોય તેમ એક બાદ એક દરિયાઈ કાંઠા વિસ્તારમાંથી સલામતી તંત્રને ચરસના પેકેટ બિનવારસી હાલતમાં મળી રહ્યા છે. ગત તા. 12થી શરૂ થયેલો ચરસ મળવાનો સીલસીલો આજ દિન સુધી યથાવત રહ્યો છે. આજે સરહદી અબડાસા તાલુકાના જખૌ બંદરથી અંદાજિત 15 કિલોમીટર દૂર ઇબ્રાહિમ પીર બેટ પરથી આજે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન 10 ચરસના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યાં હતા. લગાતાર મળી રહેલા માદક પદાર્થના પેકેટને લઈ સલામતી દળો અને એજન્સી વધુ સતર્ક બની શોધ અભિયાન તળે તપાસ ચલાવી રહી છે.

આજે ફરી કચ્છના નિર્જન દરિયા કિનારેથી ચરસના પ્લાસ્ટિક પેકિંગ ધરાવતા વધુ 10 પેકેટ મળી આવ્યાં હતા. આ અંગે BSF દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ આજે 23 એપ્રિલ 2023 ના રોજ, BSF અને NIU ની સંયુક્ત ટીમે કચ્છના જખૌ કિનારેથી લગભગ 15 કિમી દૂર ઇબ્રાહિમ પીર બેટમાંથી ચરસના 10 પેકેટો જપ્ત કર્યા હતા. દરેક પેકેટનું વજન અંદાજે 01 કિગ્રા છે, તેના પર ‘અફઘાન પ્રોડક્ટ’ છપાયેલ છે અને વાદળી પ્લાસ્ટિકની થેલીમાં એકસાથે પેક કરવામાં આવી છે. 12 એપ્રિલ 2023ના રોજ પ્રથમ કન્સાઈનમેન્ટની રિકવરી બાદ શરૂ કરાયેલી સર્ચ ઓપરેશનમાંથી આ છઠ્ઠી રિકવરી છે અને અત્યાર સુધીમાં 27 પેકેટ રિકવર કરવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: