સાબરકાંઠા (હિંમતનગર)4 કલાક પહેલા
- કૉપી લિંક
સાબરકાંઠા LCBની ટીમે ગાંભોઇ પોલીસ મથકના પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા 8 મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી લઇ ગાંભોઇ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો.
આ અંગે LCBના સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર એલસીબીની ટીમ ગાંભોઇ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન એએસઆઇ રજુસિંહ તથા અહેકો કલ્પેશકુમારને બાતમી મળી હતી કે, ગાંભોઇ પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા 8 મહિનાથી નાસતો ફરતો આરોપી ભુપેન્દ્રસિંહ ઉર્ફે ટીનાભાઇ સરદારસિંહ રાઠોડ (રહે.સેજીપુર, તા.પ્રાંતિજ) ગાંભોઇ ઓવરબ્રીજ નીચે ઉભો છે અને ગુલાબીકલરનું ટી-શર્ટ તથા કાળા કલરનુ પેન્ટર પહેરેલું છે. જે બાતમીના આધારે પોલીસે તેને ઝડપી લઇ ગાંભોઇ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો.
વિજયનગરથી LCBની ટીમે બે ફરાર ગુનેગારોને ઝડપી લીધા…
સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી લઇ વિજયનગર પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા.
આ અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી જીતેન્દ્ર અમરતલાલ ડામોર (રહે.મસારેકી કોમરી, તા.રૂષભદેવ, જિ.ઉદેપુર) બીએસએનએલ ત્રણ રસ્તા પાસે ઉભો છે. તે બાતમીના આધારે તેને ઝડપી લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત જગદીશભાઇ દામોદર લબાના (રહે.ઓડીવલી, તા.ખેરવાડા, જિ.ઉદેપુર) વાદળી કલરની ટી-શર્ટ પહેરીને ઉભો છે. તેની પણ પોલીસે ધરપકડ કરી વિજયનગર પોલીસને સોંપવામાં આવ્યા હતા.