- Gujarati News
- Local
- Gujarat
- Surat
- A Call Came In And A Fake Note Scam Spread From Amroli To Chennai Was Busted, The Accused Turned Out To Be 3D Animators.
સુરત4 મિનિટ પહેલા
- કૉપી લિંક
સુરતના કંટ્રોલરૂમમાં 14 એપ્રિલના દિવસે એક જાગૃત નાગરિકનો ફોન આવ્યો ને પોલીસ તરત જ સ્થળ પર પહોંચી ગઈ. જ્યાં તપાસ કરતા પોલીસને બે શખસોની કામગીરી શંકાસ્પદ લાગી. જેથી અમરોલી પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરતા તે બે શખસો નકલી ચલણી નોટોની વેચણી કરી રહ્યાં હતા. જેની પૂછપરછ કરતા તેના તાર તમિલનાડુ સુધી જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. જે બાદ અમરોલી પોલીસ, SOG અને ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું. જેમાં ડુપ્લીકેટ ચલણી નોટો બજારમાં ફરતી કરનાર તમિલનાડુના મુખ્ય સૂત્રધારને ઝડપી મોટી સફળતા મેળવી છે.
ઇન્ટરનેટ પરથી નકલી નોટ બનાવવાની માહિતી એકત્રિત કરી
અમરોલી પોલીસને એક કડી મળીને એક ટીમ બનાવી ખૂબ જ ચતુરાઈપૂર્વક ઓપરેશન ચેન્નઈની શરૂઆત કરી. સમગ્ર કૌંભાડને ઉજાગર કરવા માટે સુરતથી ટીમ ચેન્નઈ પહોંચી હતી. જ્યાં તમિલનાડુ ખાતેથી સુર્યા સેલવારાજના ઘરે જઈને વહેલી સવારે જ તેને ઝડપી પાડ્યો હતો. સુર્યા સરવેરાજની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, 2016-17માં શેર બજારમાં તેને ખૂબ મોટું નુકસાન થયું હતું. જેને કારણે તેને પૈસા કમાવા માટે શોર્ટકટ રસ્તો અપનાવ્યો અને બનાવટી ભારતીય ચલણી નોટો બનાવવાનો વિચાર કર્યો.

આરોપી પાસેથી મળી આવેલ મુદ્દામાલ.
શેરબજારમાં પોતાની એક કંપની શરૂ કરી
વર્ષ 2022માં તેણે શેરબજારમાં ટ્રેડિંગ કરતી રાઈટ વે કેપિટલ નામની પોતાની કંપની શરૂ કરી હતી. પોલીસે જ્યારે સૂર્યના ઘરે રેડ કરી હતી ત્યારે તેની ઘરમાંથી નોટ છાપવા માટે ઉપયોગમાં લેવાતા સ્ટેમ્પ પેપર, કલર પ્રિન્ટર, કટર મશીન, લેમીનેશન અને હીટિંગ મશીન, વોટર માર્કકર વગેરે સાધન સામગ્રી મળી આવી હતી. ઇન્ટરનેટના માધ્યમથી સંપર્કમાં આવેલા બિહાર રાજ્યના એક વ્યક્તિ દ્વારા વધુ સારી બનાવટી ભારતીય ચલણી નોટ બનાવવા માટે કોટન ચાઇના પેપર તેમજ સિક્યુરિટી થ્રેડ તેણે ઓનલાઈન ઓર્ડર કરી મંગાવી લીધા હતા.

આરોપી નકલી નોટો કુરિયર કંપની મારફતે સપ્લાય કરતો.
ક્યારેક રૂબરૂ તો ક્યારેય કુરિયર કંપની મારફતે મોકલતો
સુર્યાએ નકલી ભારતીય ચલણી નોટો જે પણ લોકો તેના સંપર્કમાં આવતા હતા તેમને તે મોકલતો હતો. ઘણી વખત રૂબરૂ મળીને તો ઘણી વખત કુરિયર કંપની મારફતે નોટ સપ્લાય કરતો હતો. નોટો છાપ્યા બાદ તેને માર્કેટમાં ચલાવનારા પાસેથી 50 હજારની નકલી નોટોના બદલામાં 15 હજાર રૂપિયા લેતો હતો. આરોપી માઈકલ ફર્નાન્ડીઝે માંગણી મુજબ ડિસેમ્બર 2022થી આજ દિન સુધીમાં 80 લાખની બનાવટી આપેલી નોટોના બદલામાં તેણે અંદાજિત 15 લાખ રૂપિયા એકાઉન્ટમાં મેળવી લીધા હતા. હૈદરાબાદ ખાતે એક વ્યક્તિને કુલ 52 લાખ રૂપિયાની ચલણી નોટો આપી હતી.

પોલીસે નોટ સહિતનો સામાન જપ્ત કર્યો.
ગૃહરાજ્ય મંત્રીએ ઇનામ આપવાની જાહેરાત કરી: સીપી આ અંગે પોલીસ કમિશનર અજય તોમરે મીડિયાને જણાવ્યું હતું કે, કંટ્રોલરૂમમાં મળેલા ફોનને ખૂબ જ ગંભીરતાથી લેતા સમગ્ર રેકેટ બહાર આવ્યું છે. અમરોલી પોલીસની ટીમ અને ક્રાઈમ બ્રાન્ચ સંયુક્ત રીતે ખૂબ સારી કામગીરી કરી છે. સ્ટેમ્પ પેપરના કાગળનો ઉપયોગ આરોપીઓ દ્વારા કરવામાં આવી છે જે પ્રકારની નકલી ચલણી નોટો છાપવામાં આવી છે. તે ઓરિજનલ નોટોની સરખામણીએ ખૂબ જ સરખી દેખાઈ રહી છે. આ પ્રકારની પ્રિન્ટ કરેલી અને આબેહુબ નોટ ખૂબ જ ઓછી મળી આવે છે. જે રાજ્યમાં નોટો ચલણી મોકલવામાં આવી છે. તે અંગેની જાહેર માહિતી જે તે રાજ્યને આપી દેવામાં આવી છે. રાજ્ય ગૃહ મંત્રીને સમગ્ર ઓપરેશન અંગે માહિતગાર કરતા તેમણે અમારી સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી છે અને આગામી દિવસોમાં ઇનામ પણ આપવાની વાત કરી છે.