Saturday, April 1, 2023

રાજ્ય કક્ષાની ઇનોવેશન મેરેથોનમાં વિદ્યાર્થીઓની ભાગ લેવા અરજી મંગાવી, ટેક્નોલોજીમાં રૂચિ વધારવા પ્રયાસ | Call for applications from students to participate in state-level innovation marathon, attempt to increase interest in technology | Times Of Ahmedabad

અમદાવાદ35 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ટેક્નિકલ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર થાય તે માટે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) સતત કાર્યરત રહે છે. તાજેતરમાં જ GTU સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી (GSAT), એજ્યુનેટ ફાઉન્ડેશન અને SAPના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં ટેક્નોલોજી પ્રત્યે રુચી વધે અને તેમના ઈનોવેટિવ આઈડિયાઝને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે અર્થે ‘કોડ ઉન્નતિ પ્રોગ્રામ’ અંતર્ગત આઈડિયા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ​​​​​

ઈનોવેશન અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા મેરેથોન જરુરી
આ સંદર્ભે GTUનાં કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં ટેક્નિકલ જ્ઞાનનો વધારો થાય તથા ઈનોવેશન અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળી રહે તે માટે આ પ્રકારની મેરેથોન ખૂબ જ મદદરૂપ થશે. જે આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ પૂરો પાડશે. GTUનાં કુલસચિવ ડૉ. કે. એન ખેર , GTU GSATનાં ડાયરેક્ટર પ્રો. ડૉ. એસ.ડી. પંચાલ, એડ્યુનેટ ફાઉન્ડેશનનાં સિનિયર ડાયરેક્ટર વૈભવ ઓસ્તવાલે અને SAPનાં શિવાની સિન્હા કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં.

400માંથી 25 ટીમોને GTU ખાતે હાજર
IT, ઈન્સ્ટ્રૂમેન્ટલ એન્ડ કંટ્રોલ, કૉમ્પ્યૂટર અને ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કૉમ્યુનિકેશન શાખાનાં વિદ્યાર્થીઓનાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ઈન્ટરનેટ ઑફ થિંગ્સ, મશીન લર્નિંગ અને ડેટા સાયન્સ વિષય પરનાં આઈડિયાને ઈનોવેશન અને પ્રોટોટાઈપમાં રૂપાંતરીત કરવા માટે તાજેતરમાં જ GTU દ્વારા રાજ્ય કક્ષાની ઇનોવેશન મેરેથોનમાં ભાગ લેવા અરજી મગાવવામાં આવી હતી. કુલ 400માંથી 25 ટીમોને GTU ખાતે ઈનોવેશન મેરેથોનમાં બોલાવવમાં આવી હતી. આ સ્ટાર્ટઅપકર્તાને ઔદ્યોગિક ક્ષેત્રેથી નાણાકીય સહાય પ્રાપ્ત થઈ શકે અને પોતાના આઈડિયા અને ઈનોવેશનને રજીસ્ટ્રેશન કરીને ફંડ મેળવી શકે.

બ્લોક ચેઈન ટેક્નોલોજી પર વડોદરાની બાબરીયા ઈન્સ્ટિટ્યૂટની ટીમ દ્વારા નિર્મિત ‘ક્રાઉડ ફંડિગ એપ્લિકેશન’ને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ IOT આધારીત સોલાર પેનલ ક્લિનર કિટનું ઈનોવેશન કરનાર GEC ગાંધીનગરની ટીમ દ્રિતિય ક્રમે રહી હતી. મશીન લર્નિંગ ટેક્નોલોજી પર આધારીત પરિવહનનાં વાહનોમાં હિંસાત્મક પ્રવૃતિને અટકાવવા માટે દરેક પેસેન્જરનું મોનીટરીંગ કરીને વાયલેન્સ ક્રાઈમ એલર્ટ આપતી કેમેરા કિટનું ઈનોવેશન કરનાર સુરતની GIDC ડિગ્રી એન્જિનિયરીંગ કોલેજની ટીમ તૃતીય ક્રમે પસંદગી પામી હતી. GTUના કુલપતિ , કુલસચિવ અને GSAT ડાયરેક્ટરે ઈનોવેશન મેરેથોનના સફળ સંચાલન બદલ પ્રો. ડૉ. માર્ગમ સુથારને અભિનંદન પાઠવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.