Thursday, April 13, 2023

જાફરાબાદના મિતિયાળા-લુણસાપુર પાસે ટ્રકે ટક્કર મારતા કારના ફૂરચા નીકળી ગયા, મૃતકો રાજુલાના રહેવાસી | A car collided with a truck near Mitiyala-Lunsapur in Jafarabad, the deceased were residents of Rajula. | Times Of Ahmedabad

અમરેલીએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમરેલીના જાફરાબાદ તાલુકામાં મીતીયાળા-લુણસાપુર વચ્ચે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા કારમાં સવાર પિતા-પુત્રના મોત નિપજ્યા છે. મૃતકો રાજુલાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

અમરેલીના જાફરાબાદ તાલુકાના મીતીયાળા અને લુણસાપુર વચ્ચે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મહિપતસિંહ ગોહિલ અને તેમના પુત્ર ધર્મરાજસિંહ કારમાં સવાર થઈ જાફરાબાદ તરફ જઈ રહ્યા હતા. ત્યારે સામેથી આવી રહેલા ટ્રકના ચાલકે કારને અડફેટે લેતા કારના ફૂરચા નીકળી ગયા હતા. કારમાં સવાર પિતા-પુત્રના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

અકસ્માતમાં કાર ફૂરચા નીકળી જતા કારમાં ફસાઈ ગયેલા પિતા-પુત્રના મૃતદેહને મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યા હતા. બંને મૃતદેહોનો પોસ્ટમોર્ટ માટે જાફરાબાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.