લીમડી-ઝાલોદ હાઈવે પર કારે બાઈકને ધડાકાભેર ટક્કર મારી,ઈજાગ્રસ્ત બાઈક સવાર પતિ પત્નીનું ઘટના સ્થળે જ મોત;ચાલક કાર મુકીને ફરાર | A car hit a bike on the Limdi-Jalod highway, the injured biker husband and wife died on the spot; the driver left the car and fled. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • A Car Hit A Bike On The Limdi Jalod Highway, The Injured Biker Husband And Wife Died On The Spot; The Driver Left The Car And Fled.

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક

લીમડી-ઝાલોદ હાઈવે રોડ પર નાનસલાઈ ગામે પેટ્રોલ પંપની પાસે રોડ પર ફોરવ્હીલ ગાડી અને મોટર સાયકલ સામસામે ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ઈજાગ્રસ્ત થયેલા પતિ-પત્ની બંનેનું સ્થળ પર જ મોત નિપજતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

રાત્રીના સમયે અકસ્માત સર્જાયો
ગતરોજ રાત્રીના આઠેક વાગ્યાના સુમારે એક વાહન ચાલક હોન્ડા કંપનીની અમેજ ફોરવ્હીલ ગાડી લીમડી-ઝાલોદ હાઈવે રોડ પર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી જતો હતો. ત્યારે નાનસલાઈ ગામે એચ.પી. પેટ્રોલ પંપની પાસે રોડ પર સામેથી આવતી જીજે-20 બીસી-2028 નંબરની પ્લેટીના મોટર સાયકલ પર પતિ પત્ની આવતા હતા.કાર સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો.

બંન્નેને ગંભીર ઈજાઓ થતા મોત થયુ
જેમાં મોટર સાયકલ પર સવાર લાલસીંગભાઈને જમણા પગે ઢીંચણમાં તથા શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમજ તેમની પત્ની કાંતાબેનને માથામાં તથા જમણા હાથે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતાં બંને પતિ-પત્નીનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ. ફોરવ્હીલર ગાડીનો ચાલક ગાડી સ્થળ પર જ મૂકી નાસી ગયો હતો.

પોલીસ તાબડતોડ દોડી આવી
ઘટનાની જાણ થતાં જ ઝાલોદ પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને મરણજનાર દંપત્તીની લાશનો કબજાે લઈ બંને લાશનું પંચો રૂબરૂ પંચનામું કરી બંને લાશને પોસ્ટમોર્ટમ માટે ઝાલોદ સરકારી દવાખાને મોકલી આપી હતી.ઝાલોદ તાલુકાના મધાનીસર ગામના નિશાળ ફળિયામાં ધુળીયાભાઈ વીરસીંગભાઈ અડએ નોંધાવેલ ફરિયાદને આધારે ફોરવ્હીલ ગાડીની ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم