Friday, April 21, 2023

ઉમરગામના સરીગામની ફેક્ટરીમાં મહિલા કામદારોને હેરાન કરનાર કંપની સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો | A case was registered against the company manager for harassing women workers in a factory in Umargam's Sarigam | Times Of Ahmedabad

વલસાડ3 કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામમાં સ્થિત એક રેડીમેડ ગારમેન્ટ ફેક્ટરીના મેનેજર દ્વારા મહિલા કામદારોને કનડગત થતાં મહિલા હેલ્પ લાઈન 181 પર કોલ આવ્યો હતો. જેથી વલસાડ અભયમની રેસ્કયુ ટીમ સ્થળ પર પહોંચી કામદાર મહિલાઓની વ્યથા સાંભળી હતી. કામદાર મહિલાઓને ન્યાય મળે અને તેઓનો પ્રશ્ન હલ કરવા માટે અભયમની ટીમે પ્રયત્ન કર્યો હતો. પરંતુ ફેક્ટરીના મેનેજર અને માલિક દ્વારા સમાધાન સ્વીકારવામાં આવ્યુ ન હોવાથી છેવટે મેનેજર વિરૂધ્ધ ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સરીગામ ખાતે આવેલી એક ગારમેન્ટ ફેક્ટરીમાં 400થી વધુ પુરૂષ અને મહિલા કામદારો કામ કરે છે. કેટલાક સમયથી ફેક્ટરી મેનેજર મહિલાઓ ઉપર ચોરીનો આરોપ લગાવી પગારમાંથી રકમ કાપી લેતો હતો. મહિલાઓને ટિફિન લાવવા ઉપર પણ પ્રતિબંધ મુકયો હતો. ફેક્ટરીમાં કેન્ટીનની વ્યવસ્થા ન હોવાથી કામદારોને ભૂખે કામ કરવું પડી રહ્યું છે. જેથી અભયમ દ્વારા ફેક્ટરીના માલિક અને મેનેજરને જણાવવામાં આવ્યું હતું કે, આ રીતે કામના સ્થળે મહિલાઓને હેરાન કરવુ એ ગુનો બને છે. આ સિવાય લેબર લૉ મુજબ ફેક્ટરીમાં કામદારો માટે જે જરૂરી વ્યવસ્થા હોવી જોઈએ તેનો અભાવ જોવા મળ્યો હતો. મેનેજરને મહિલાઓને હેરાન નહીં કરવા સમજાવતા તેઓએ સહકાર આપ્યો ન હતો. મહિલાઓ પણ ઘણાં લાંબા સમયથી હેરાન થતી હોય તેઓએ આગળની કાર્યવાહી કરવા માંગ કરી હતી. જેથી ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી. અભયમ દ્વારા મળેલા મદદ બદલ કામદાર મહિલાઓએ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: