Tuesday, April 18, 2023

ગોધરા-અમદાવાદ રોડ પરની ગેરેજમાં રીપેરીંગ માટે આવેલા વાહનોમાંથી બેટરી અને ટાયરની ચોરી, તસ્કરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ | Theft of batteries and tires from vehicles that came for repair at a garage on Godhra-Ahmedabad road, the whole incident of smuggling was captured on CCTV. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • Theft Of Batteries And Tires From Vehicles That Came For Repair At A Garage On Godhra Ahmedabad Road, The Whole Incident Of Smuggling Was Captured On CCTV.

પંચમહાલ (ગોધરા)37 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગોધરા શહેરના સાંપા રોડ પર આવેલી સત કૈવલ સોસાયટીમાં રહેતા મનોજ શર્માનું ગોધરા શહેરના અમદાવાદ રોડ પર આવેલી ડાકોર રોડ ચોકીની બાજુમાં મનોજ કાચવાલા નામનું ગેરેજ આવેલું છે. જેમાં રિપેરિંગ માટે જુદા જુદા વાહનો આવતા હોય છે. ત્યારે તેઓના ગેરેજમાં એક ટાટા એસી અને ઓમની મારૂતિકાર રીપેરીંગ અર્થે આવ્યા હતાં.

ગત 17 તારીખે સાંજના પાંચ વાગ્યાના સુમારે અજાણ્યા તસ્કરોએ બંને વાહનોની બેટરી તેમજ ગેરેજમાં સાઈડમાં મૂકી રાખેલા બે ટાયરની ચોરી કરી હતી. તે સમગ્ર મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે રૂ. 24 હજારના સામાનની ચોરી થયાની ફરિયાદ નોંધાવા પામી છે. પોલીસે ચોરીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ગોધરાના અમદાવાદ રોડ ઉપર આવેલ મનોજ કાચવાલા નામના ગેરેજમાં એક કારમાંથી એક ઈસમ ઉતરે છે અને આમતેમ ડોકિયા કર્યા બાદ ગેરેજમાં રીપેરીંગ માટે આવેલી એક ટાટા એસી અને ઓમની મારૂતિ કારમાંથી બેટરી અને ટાયરની ચોરી કરતો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. તે સમગ્ર ઘટનામાં સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે, બીજી તરફ પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે અજાણ્યા ઇસમોને શોધવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…