મોરબી37 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. જેમાં ક્રિકેટ રમતાં રમતાં ખેલાડીઓનું મેચ દરમિયાન અથવા તો ક્રિકેટની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ અટેકથી મોત થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હજુ એક મહિના અગાઉ જ મોરબી જિલ્લા પંચાયતના ગ્રામસેવક ક્રિકેટની પ્રેક્ટીસ કરતા હતા. એ સમયે તેમને હાર્ટ અટેક આવ્યો હતો, જે બાદ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના હજુ લોકોના મુખેથી વિસરાઈ નથી ત્યાં હાર્ટ અટેકથી મોતની બીજી એક ઘટના મોરબીથી સામે આવી છે. મોરબી પહેલાં રાજકોટ અને સુરતમાં પણ ક્રિકેટ રમતી વખતે ખેલાડીઓનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું.

કંપનીના મેઈન ગેઈટ પાસે વોટમેન ખુરશી ફોન યુઢ કરી રહ્યાં હતા
જમીન પર પટકાતાની સાથે જ જીવ ઊડી જાય
મોરબીના રફાળેશ્વર GIDCમાં મેટાટેક ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા હરી બહાદુર પરીયાળ (ઉ.વ.43) નામના વોચમેન કંપનીનો મેઈન ગેટ ખોલવા જતાં જ અચાનક ઢળી પડે છે અને જમીન પર પટકાતાની સાથે જ જીવ ઊડી જાય છે. યુવકનું હાર્ટ એટેકથી મોત થતાં મૃતદેહ સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવ મામલે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ વોચમેનને હાર્ટ એટેક આવતા મોત થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. વધુ તપાસ તાલુકા પોલીસના એ.એમ ઝાપડીયા ચલાવી રહ્યા છે.

દરવાજો ખુલવા જતા અચાનક જ નીચે ઝળી પડે છે.
વોચમેનનું હૃદયરોગના હુમલાથી મોત થયું
મળતી મહિતી મુજબ, ઘઈકાલે રફાળેશ્વર GIDCમાં આવેલી મેટટેક ઈન્ડસ્ટ્રીમાં વોટમેન તરીકે કામ કરતાં યુવક હરિ બહાદુર પરીયાળ ખુરશીમાં બેઠા-બેઠા મોબાઈલ યૂઝ કરી રહ્યાં હતા. બાદમાં તેઓ ઊભા થઈને દરવાજો ખોલવા જાય છે. ત્યારે પૂરેપુરો દરવાજો ખુલ્યો ન ખુલ્યો ત્યાં તો અચાનક જ તેઓ જમીન પર ઢળી પડે છે અને જીવ ઊડી જાય છે. આ ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરેમાં કેદ થઈ ગઈ હતી.

મોરબી પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી
મોરબીમાં ગઈકાલે અન્ય એક ઘટનામાં પણ શ્રમિકનું હાર્ટએટેક આવતા મૃત્યુ થયુ હતું
મોરબીના લાગધીરપુર રોડ ઉપર આવેલ ઓમેન સિરામિક ફેકટરીમાં કામ કરતા સનાતન બાદલભાઈ દલાઈ (ઉ.33) નામના યુવાન ગઈકાલે પોતાના રૂમ ઉપર જમીને બેઠા હતા. ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા 108 મારફતે તેમના મિત્રએ હોસ્પિટલ ખસેડતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
છેલ્લા બે-ત્રણ મહિનાથી આ સ્થિતિ અતિગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. ઘણા સમયથી સોશિયલ મીડિયા પર આવી ઘણી ઘટનાઓની તસવીરો અને વીડિયો વાઇરલ થઈ રહી છે, જે જોઈને યુવાનો પણ ચિંતિત બની ગયા છે. ત્યારે મોરબીના લજાઈ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ દરમિયાન ગ્રામસેવકને હાર્ટએટેક આવતા ઢળી પડતાં મોત થયું હતું. રાજકોટના શાસ્ત્રી મેદાનમાં મિત્રો સાથે ક્રિકેટ રમતા યુવાનને હાર્ટ-એટેક આવતાં ઢળી પડતાં મોત થયું હતું. તો સુરતમાંથી પણ આવો બનાવ સામે આવ્યો હતો. નીચેના ફકરામાં મોરબી, રાજકોટ, સુરતના બનાવો વિગતવાર વાંચો….
મોરબીમાં એક મહિના અગાઉ ક્રિકેટ રમતાં રમતાં એક યુવકે અંતિમ શ્વાસ લીધાં હતાં
મોરબી જિલ્લા ક્રિકેટ ટીમના ખેલાડી, મોરબી જિલ્લા પંચાયત હસ્તકના કર્મચારી અને હળવદ તાલુકામાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવતા અશોકભાઈ કણઝારીયા લજાઈ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરતા હતા. પ્રેક્ટિસ દરમિયાન તેમણે મિત્રોને જણાવ્યુ હતું કે, તેમની તબિયત નાદુરસ્ત છે. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. એ દરમિયાન તેમને હાર્ટઅટેક આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

ગ્રામ સેવક તરીકે ફરજ બજાવતા અશોકભાઈનું ક્રિકેટની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટઅટેક આવ્યો ને ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું.
રાજકોટનો બનાવ
રાજરોટ શહેરના શાસ્ત્રી મેદાનમાં મિત્રો સાથે ક્રિકેટ રમતા મયૂરભાઈ નટવરભાઈ મકવાણા (ઉં.વ.45)ને અચાનક હાર્ટ-એટેક આવતાં ઢળી પડ્યા હતા. સાથી મિત્રોએ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે હોસ્પિટલ પહોંચતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. મયૂરભાઈના મોતથી હોસ્પિટલમાં પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડતો નજરે પડ્યો હતો.

ગભરામણ થતાં મારો ભાણેજ સ્કૂટર પર બેસી ગયો
શાંતિભાઈ પરમારે જણાવ્યું હતું કે મયૂર મારો ભાણેજ થતો હતો. રેગ્યુલર ક્રિકેટ મેચ રમવા જતો હતો. તેને કોઈ જાતની બીમારી કે વ્યસન નહોતું. રવિવારે ક્રિકેટ રમતાં રમતાં તેને થોડી ગભરામણ થઈ પણ કોઈને કહ્યું નહીં. તે સ્કૂટર પર બેસી ગયો હતો. બાદમાં અચાનક ઢળી પડ્યો હતો. તેના મિત્રો દોડી આવ્યા અને 108ને જાણ કરી હતી. જોકે હોસ્પિટલમાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
સુરતનો બનાવ
સુરતના ઓલપાડના નરથાણા ગામમાંથી આવો જ બનાવ સામે આવ્યો હતો. ક્રિકેટ રમવા દરમિયાન નિમેષ આહીર નામના યુવકને હાર્ટ-એટેક આવ્યો હતો અને બેભાન થઈ ગયા બાદ તેનું મોત નીપજ્યું હતું. નિમેષ આહીર નામનો યુવક ક્રિકેટ રમતી વખતે ફિલ્ડિંગ કરી રહ્યો હતો. ફિલ્ડિંગ દરમિયાન જ અચાનક તે ગ્રાઉન્ડ ઉપર જ બેભાન થઈ ગયો હતો. બેભાન થઈ ગયા બાદ તેનું મોત નીપજ્યું હતું.

નિમેષ આહીર નામનો યુવક ક્રિકેટ રમતી વખતે ફિલ્ડિંગ કરી રહ્યો હતો.
બેભાન થયા બાદ યુવકનું મોત
ક્રિકેટ રમતી વખતે એકાએક બેભાન થઈ જવા પાછળનું કારણ હાર્ટ-એટેક હોવાનું સામે આવ્યું હતું. યુવકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો. હાર્ટ-એટેકને કારણે મોત થયું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. ક્રિકેટ રમતી વખતે તેની તબિયત લથડી હતી અને ત્યાર બાદ તેનું મોત થયું હતું.