વિશ્વ પશુ ચિકિત્સક દિવસની ઉજવણી; રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવા કલેક્ટરની તાકીદ; મતદાર યાદી સુધારણા કાર્યક્રમ | Celebrating World Veterinary Day; Collector urges to speed up vaccination campaign; Electoral Roll Reform Programme | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)26 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વિશ્વ પશુ ચિકિત્સક દિવસની ઉજવણી…
વિશ્વ પશુ ચિકિત્સા દિવસ દર વર્ષે એપ્રિલ મહિનાના છેલ્લા શનિવારે ઉજવવામાં આવે છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે કેક કાપીને વિશ્વ પશુ ચિકિત્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાએ અબોલ જીવોની સેવા કરનાર તમામ પશુ ચિકિત્સક અધિકારીઓ તેમજ કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. વધુમાં વધુ લોકો ગુજરાત સરકાર દ્વારા ચાલતી સેવાનો લાભ લઈ અબોલ પશુ-પક્ષીઓનો અવાજ બને તે માટે અપીલ કરી હતી. હિંમતનગર ખાતે કરુણા એમ્બ્યુલન્સ દ્વારા સેવા શરૂ થયેથી અત્યાર સુધીમાં ૧૩,૭૫૨ રખડતા પશુ-પક્ષીઓની નિ:શુલ્ક સારવાર કરીને મુંગા જીવોને જીવનદાન આપીને પશુ ચિકિત્સા ક્ષેત્રમાં પ્રેરણાત્મક ઉદાહરણ પુરુ પાડ્યુ છે.

સરકારની દશ ગામ દીઠ ફરતુ પશુ દવાખાનુ યોજના પશુપાલકો માટે વરદાન રૂપ સાબિત થઈ રહી છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૨,૩૩,૫૩૨ પશુ-પક્ષીઓની સારવાર આપવામાં આવે છે. જેમાં કુલ ૧૩૯૦૯૭ ગાય, ૬૫૨૨૭ ભેંસો, ૨૨૦૨૯ બકરીઓ, ૪૬૪૫ શ્વાન, ૬૮૩ ઘેટાં, ૨૬૦ ઉટ,૮૬૭ મરઘાં, ૧૭૪ ઘોઙા, ૨૪૭ કબુતર, ૧૦૫ બિલાડીઓ, ૩૧ કપીરાજ, ૨૩ ગઘેઙા, ૩૫ ખરગોશ અને ૧૦૯ અન્ય જીવોનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખૂબ જટિલ ઓપરેશન પણ નિ:શુલ્ક કરી આપવામાં આવે છે. પશુહેલ્પ લાઇન ૧૯૬૨ ટોલ ફ્રી નંબર દ્વારા પશુ પાલકોને ઘર બેઠા પશુ પોષણ અને પશુ પ્રજનનને લગતી સચોટ માહિતી પણ આપવામાં આવે છે.

ઉત્તરાયણ પર્વ દરમિયાન અસંખ્ય પક્ષીઓનો જીવ બચાવવામાં આ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તેવી જ રીતે પશુઓમાં જોવા મળેલ લંપી રોગના ભરડા દરમિયાન ગાયોના જીવ બચાવવા દસ ગામ દીઠ એક ફરતા પશુ દવાખાના દ્વારા ઉત્તમ સેવાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ પ્રસંગે નાયબ જિલ્લા પશુપાલન અધિકારી જે.બી. પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રસીકરણ અભિયાન…
સાબરકાંઠા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં શનિવારે ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ ફોર ઇમ્યુનાઇજેશનની બેઠક સભાખંડમાં યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેક્ટરએ જિલ્લામાં સગર્ભા, ધાત્રી માતાઓ અને બાળકોમાં યોગ્ય સમયે રસીકરણ થાય તે માટે ભાર મુકી જિલ્લામાં રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવા અધિકારીઓને તાકીદ કરી હતી.

સાબરકાંઠા જિલ્લામાં માતાઓને આપવામાં આવતા બુસ્ટર ડોઝની ૮૬.૫૪. ટકાની કામગીરી કરવામાં આવી છે. જેમાં કુલ ૨૮૭૪૦ બુસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે. ૫ વર્ષની અંદરના બાળકોમાં કુલ ૯૮.૦૪ ટકાની રસીકરણની કામગીરી કરવામાં આવી છે.જિલ્લામાં ઓરી અછબળા રસીકરણમાં ૨૮૦૭૦ બાળકોને આવળી લેવામાં આવ્યા છે. જિલ્લામાં સંપૂર્ણ રસીકરણની વાત કરવામાં આવે તો હિંમતનગરમાં ૫૮૦૦, ઇડરમાં ૩૯૧૨, ખેડબ્રહ્મામાં ૪૩૭૩, પોશીનામાં ૫૨૫૯, પ્રાંતિજમાં ૨૫૦૫, તલોદમાં ૨૪૧૫, વડાલીમાં ૧૩૩૭ અને વિજયનગરમાં ૨૧૪૫માં કામગીરી કરવામાં આવી છે.

જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા સંક્રમણનુ જોખમ હોય તેવા વિસ્તારોની ઓળખ કરી રસીકરણ થાય તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.જેને લઇ ક્વોલિટી સેમ્પલ કલેકશન કરવામાં આવે છે. જે માટે ૬૬ પ્લાનિંગ યુનિટો કાર્યરત છે. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરીયા, આર. સી. એચ. ઓ એસ. એચ. દેઘરોટીયાં, તાલુકા હેલ્થ ઓફિસર તેમજ આરોગ્ય વિભાગના સબંધિત અધિકારો ઉપસ્થિત રહ્યા હતા.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ…
ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા નામ કમી કરાવવા તથા મતદારની વિગતમાં સુધારો કરવા માટે હકક-દાવા અને વાંધા અરજી સ્વીકારવાની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જે અંતર્ગત તા. ૨૩ એપ્રિલ ૨૦૨૩ સુધીમાં ૩૬૪૧ નવા મતદારોનો ઉમેરો થયો હતો. મતદાર યાદીમાં તા. ૦૧/૦૪/૨૦૨૩ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકનું નામ નોંધાવવા માટે નમુનો-૬માં અત્યાર સુધી ૩૬૪૧ અરજીઓ, ૬(ખ) ૧૦૫૬, નામ કમી કરવા નમુનો-૭માં ૧૦૨૨ અરજીઓ આવી, મતદારયાદીમાં નોંધાયેલ પોતાનું નામ તથા અન્ય વિગતો સુધારવા નમુનો-૮ની ૪૩૦૭ અરજીઓ મળી છે. જે અંતર્ગત જિલ્લામાં કુલ ૧૦,૦૨૬ અરજી મળી છે.

વિધાનસભા પ્રમાણે નવા ઉમેરાયેલ મતદારો

  1. હિંમતનગર-૧૧૨૯
  2. ઇડર-૭૯૨
  3. ખેડબ્રહ્મા-૯૧૯
  4. પ્રાંતિજ-૮૦૩

أحدث أقدم