નાંદોદમાં આંગણવાડી ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી; બર્ક ફાઉન્ડેશન દ્વારા સ્ત્રી સશક્તિકરણ જાગૃતતા હેઠળ માહિતી | Celebration of Nutrition Fortnight at Anganwadi in Nandod; Information under Women Empowerment Awareness by Burke Foundation | Times Of Ahmedabad

નર્મદા (રાજપીપળા)એક મિનિટ પહેલા

  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભદામ ગામે પોષણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકો માટે સ્પર્ધા અને કિશોરીઓને એનિમિયા વિશેની સમજણ તેમજ ટેક હોમ રાશન અને ધાત્રી માતાઓને પોષણ આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પોષણ પખવાડિયાની ઉજવણીના ભાગ રૂપે આંગણવાડી કેન્દ્ર ભદામ-1 ઉપર આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા કિશોરીઓને એનિમિયા વિશેની સમજણ આપવામાં આવી હતી. અહીં 8 જેટલી કિશોરીઓ, 3 ધાત્રી માતા અને એક સગર્ભા માતાને રૂબરૂમાં પોષણ સપ્તાહ અંગેની સમજ આપી મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના અંતર્ગત અપાતી કિટ્સનું ગામના સરપંચ હિના વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. તમામ કિશોરીઓનું વજન અને ઉંચાઇ કરવામા આવ્યું હતું.

પોષણ પખવાડિયાની ઉજવણીમાં તમામ કિશોરીઓને મીલેટ્સ અને લીલાં શાકભાજીઓમાંથી મળતા પોષકતત્વો વિશે સમજ આપવામાં આવી હતી. પોષણ તત્વોથી ભરપુર મીલેટ્સ અને લીલાં શાકભાજીનું નિદર્શન કરી ખોરાકમાં તેનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. વધુમાં કિશોરીઓને શારીરિક સ્વચ્છતા, જીવન કૌશલ્યો, સોશિયલ મિડીયા, વ્યવસાયિક કુશળતા અને કાયદાકીય જ્ઞાન વિશે સમજ આપવામાં આવી હતી.

માસિક ધર્મ વિશે માહિતી અપાઈ…
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલી ધારીખેડા સુગર ફેક્ટરી ખાતે ચેરમેન ઘનશ્યામ પટેલના સહયોગ તથા માર્ગદર્શન હેઠળ બર્ક ફાઉન્ડેશનની ટીમ દ્વારા સ્ત્રી સશક્તિકરણ જાગૃતતા અભિયાન અંતર્ગત માસિક ધર્મ વિશેની પ્રાથમિક માહિતી આપી સૌ માતા પિતા તથા બાળાઓને બહેનોને કુદરતે બનાવેલી આ પ્રક્રિયાને સહર્ષ સ્વીકારી તેના પ્રત્યેની ગેરમાન્યતાઓ અંધ શ્રદ્ધાઓનો ત્યાગ કરી સાચી સમજણ આપવામાં આવી હતી. કિશોર અવસ્થા દરમિયાન બાળાઓના શરીરમાં થતા ફેરફાર અંગે જાગૃત કરવામાં આવ્યા તથા આરોગ્યપ્રદ અને લાંબા ગાળા સુધી ચલાવી શકાય અને શરીરની સ્વચ્છતા જાળવી શરીરને રોગમુક્ત રાખી શકાય તે હેતુથી સેનેટરી પેડનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم