સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા
- કૉપી લિંક
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આવેલ અંબે માતાજીના મંદિરનો 37મો અને છાપરીયા વિસ્તારમાં આવેલ મહાકાળી માતાજીના મંદિરનો 14મો પાટોત્સવને લઈને નવચંડી હવન અને શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. એમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આવેલ અંબે માતાજીના મંદિરનો આજે 37માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈને મંદિરે માતાજીને શણગાર કરવામાં આવ્યો છે. તો બીજી તરફ બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર સાથે સવારે શરૂ થયું હતું. મંદિરના પંટ્ટાગણમાં સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં આવેલ મહાકાળી માતાજીના આજે 14માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તે નિમિત્તે 11 બ્રાહ્મણો દ્વારા જપાત્મક ચંડીપાઠ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ મંદિરેથી માતાજીની શોભાયાત્રા નીકળી હતી. જેમાં વિસ્તારના રહીશો અને માતાજીના ભક્તો જોડાયા હતા. વિસ્તારના રહીશોએ માતાજીની આરતી અને પૂજન કર્યું હતું. આ શોભાયાત્રા વિનાયકનગર, રાયકાનગર સહિતના સમગ્ર વિસ્તારમાં ફરીને નિજ મંદિરે પહોંચી હતી. ત્યારબાદ માતાજીની આરતી કરવામાં આવી હતી.