ભરૂચ જિલ્લાના અલગ અલગ હનુમાન મંદિરોમાં ઉજવણી કરવામાં આવી, રોકડીયા હનુમાન મંદિર ખાતે છપ્પન ભોગ સહિતના કાર્યક્રમો યોજાયા | Celebrations were held in different Hanuman temples of Bharuch district, programs including chappan bhog were held at Rakdia Hanuman temple. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Celebrations Were Held In Different Hanuman Temples Of Bharuch District, Programs Including Chappan Bhog Were Held At Rakdia Hanuman Temple.

ભરૂચએક કલાક પહેલા

  • કૉપી લિંક

આજે ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જયંતિની ભરૂચ જીલ્લામાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી. ભરૂચ શહેરના વિવિધ હનુમાન મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જામી હતી.

આજે ચૈત્રી પૂનમ હનુમાન જયંતી નિમિત્તે ભરૂચ જીલ્લામાં આવેલ વિવિધ હનુમાન મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા હતા ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિર ખાતે સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ત્યારે ભરૂચ શહેરના વિવિધ હનુમાનજી મંદિરોમાં અખંડ રામધૂન, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસાના પાઠ, હનુમાન યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તો કેટલાક મંદિરો ખાતે હનુમાન ભક્તો દ્વારા વિશેષ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જયારે સવારથી જ વિવિધ હનુમાન મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલ રોકડીયા હનુમાન મંદિર ખાતે ભગવાનને છપ્પન ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.જયારે ભીડ ભંજન હનુમાન મંદિર અને સુપર માર્કેટ સ્થિત સંકટ મોચન હનુમાન મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

તો અંકલેશ્વરના પુનગામ સ્થિત લાખા હનુમાન મંદિર અને શહેરના ચૌટા નાકા વિસ્તારમાં આવેલ હનુમાન વાડી હનુમાન મંદિરે પણ ભક્તોએ સંકટ મોચાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.અને દાદાના આશીર્વાદ મેળવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم