ચૈતર વસાવાએ કરી વિચિત્ર માગ, અમિત શાહ આવશે ગુજરાતની મુલાકાતે, જુઓ સાત મોટા સમાચાર | Chaitar Vasava made a strange demand, Amit Shah will visit Gujarat, see seven big news | Times Of Ahmedabad

4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. વાત જાણે છે કે, અમિત શાહ 6 એપ્રિલે ગુજરાત આવશે. મહત્વનું છે કે, ભાજપના સ્થાપના દિવસે અમિત શાહ ગુજરાત આવવાના હોઇ સાળંગપુર અને અમદાવાદના કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે . આ સાથે અમદાવાદમાં મનપા, જિલ્લાના અધિકારી, હોદ્દેદારો સાથે બેઠક કરશ. આ સાથે અમિત શાહ પોતાના સંસદીય વિસ્તારના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. સાળંગપુરમાં અનેક વાર પરિવાર સાથે સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરવા માટે જતા હોય છે. ત્યારે તેઓ 6 એપ્રિલે ફરી ગુજરાત આવવાના છે. આ મુલાકાત વખતે તેઓ સાળંગપુર મંદિર જશે અને ત્યાં સાળંગપૂરમાં હનુમાન દાદાના દર્શન કરશે. સાથે જ સાળંગપુરમાં કાર્યકરો સાથે બેઠક કરે તેવી પણ સંભાવના છે. મહત્વનું છે કે, ભાજપના 43માં સ્થાપના દિવસે અમદાવાદમાં પણ 6 એપ્રિલે યોજાનારા કાર્યક્રમમાં અમિત શાહ હાજર રહેશે. અમદાવાદમાં તેઓ ભાજપના કાર્યકરો અને આગેવાનો સાથે બેઠક કરવાના છે. નોંધનિય છે કે, ગુજરાત ભાજપ દ્વારા 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી સેવા સપ્તાહ ઉજવાવાનો છે.

રિવર ફ્રન્ટ પર મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર

અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ જતાં લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રિવરફ્રન્ટ પર મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર કરાયુ છે. વિગતો મુજબ આ મલ્ટીલેવલ પાર્કિંગમાં એક હજાર વાહન પાર્ક થઈ શકશે. આગામી 1 મહિનામાં લોકો માટે પાર્કિંગ ખુલ્લું મુકાઇ શકે છે. આ સાથે મલ્ટીલેવલ પાર્કિંગથી અટલ બ્રિજ જવા માટે કોરિડોર બનાવાયો છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. જેને લઈ પાર્કિંગની સમસ્યા ન સર્જાય તે માટે તંત્ર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ રિવરફ્રન્ટ પર મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર કરાયુ છે. આ સાથે પાર્કિંગ સ્લોટ કેટલા છે તે માટે LED સ્ક્રીન પણ લગાવવામાં આવી. જેમાં દરેક માળના સ્લોટની LED સ્કીન પર માહિતી જોઈ શકાશે. આ મલ્ટીલેવલ પાર્કિંગ ફાયર સેફ્ટી અને CCTV કેમેરાથી સજ્જ છે.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આકરા પાણીએ

શહેરમાં રામનવમીના દિવસે રામજી ભગવાનની શોભાયાત્રામાં થયેલા પથ્થરમારાના કેસમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસને તમામ આરોપીઓ સામે આકરા પગલાં લઈ તેની ધરપકડ કરવા આદેશ આપ્યા હતા. ત્યારબાદ હવે શોભાયાત્રામાં થયેલા પથ્થરમારા મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આ મામલે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. આ મામલે હર્ષ સંઘવીએ કહ્યું કે, અમે બારીકાઈથી તમામ વિઝ્યુઅલ જોયા છે. જેઓ શહેર છોડીને ભાગી ગયા છે તેઓને પણ પકડાશે.ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા વડોદરા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ દરમિયાન વડોદરામાં શોભાયાત્રામાં થયેલ પથ્થરમારા મામલે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, શોભાયાત્રા પર પથ્થરમારો એ ગંભીર બાબત છે. જે લોકોએ શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો છે તેવા તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે અપરાધી વડોદરા બહાર ભાગેલા આરોપીઓને પણ શોધીને પગલા લેવામાં આવશે. શાંતિપ્રિય નાગરીક તરીકે આપણે કોઇ અફવાને વેગ આપવાના બદલે સમાજને એક કરવાની જવાબદારી નિભાવવી જોઇએ. આપણા રાજ્યના હિતમાં આ પ્રકારની ઘટના ક્યારેય ન બને એ માટે શું વાત મુકવી જોઇએ એ ખૂબ મહત્વની છે. મારી વડોદરાના નાગિરકોને વિનંતી છેકે, એકબીજાના તહેવારમાં એકબીજાને સહયોગ કરતા રહો. આ પ્રકારની ઘટનામાં કોઇપણ પ્રકારની અફવાને વેગ ન આપવો જોઇએ. પોલીસ સંપૂર્ણ તૈયાર છે. કોઇપણ પ્રકારની બાબત કોઇપણ દ્વારા ખોટી રીતે, ખોટી અફવા ફેલાવવાની કોશિશ કરવામાં આવશે કે અશાંતિ ફેલાવવાની કોશિશ કરવામાં આવશે તો તેના પર ગંભીરમાં ગંભીર પગલાં ભરવામાં આવશે. અને આ માત્ર વડોદરા નહીં સંપૂર્ણ રાજ્યને લાગુ પડે છે.

ઈન્ચાર્જ પ્રિન્સિપાલના મોબાઈલમાંથી લીક થયો પેપરનો ફોટો

ભાવનગર યુનિવર્સિટીનું પેપર લીક થવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. મળતી જાણકારી અનુસાર, જી.એલ કાકડીયા કોમર્સ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલના મોબાઈલમાંથી પેપરનો ફોટો લીક થયો હોવાનું બહાર આવ્યું છે. જેથી પોલીસે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટના સંચાલિત હેઠળ ચાલતી જી.એલ કાકડીયા કોલેજના અમિત ગાલાણીની અટકાયત કરી છે. અમિત ગાલાણી ઉપરાંત કાળીયાબીડ અને ભરતનગરના વિદ્યાર્થીઓની પણ પોલીસે અટકાયત કરી છે. ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીનું બી.કોમ સેમેસ્ટર-6નું એકાઉન્ટનું પેપર લીક થયું હતું. જે મામલે પોલીસ ફરિયાદ કરવા યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક ધોરણે બંધ બારણે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં જવાબદારો સામે પોલીસ ફરીયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમજ જી એલ કાકડીયા કોલેજમાં પરીક્ષા કેન્દ્ર હતું તેને તાત્કાલીક અસરે રદ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઈન્ચાર્જ પ્રિન્સીપાલ અમિત ગલાણીની શિક્ષક તરીકેની માન્યતા રદ્દ કરવામાં આવશે, અને જરૂર પડી તો પરીક્ષા પણ રદ્દ કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

ચૈતર વસાવાએ ગુજરાતથી અલગ પ્રદેશની કરી માંગ
ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની પાંચ બેઠકો આવી છે. ત્યારે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા બેઠકના ધારાસભ્ય ચૈતર વસાવા સતત ચર્ચામાં છે, ડેડીયાપાડા બેઠકના ધારાસભ્યએ થોડા સામે પહેલાજ સાંસદ મનસુખ વસાવાને પડકાર ફેક્યો હતો. ત્યારે હવે તેને ગુજરાત રાજ્યથી અલગ ભીલ પ્રદેશની માંગ કરી છે.ચૈતર વસાવાએ કહ્યું કે, આ અમારો આજનો મુદ્દો નથી, આ માગ ચાર રાજ્યોમાંથી ઉઠી છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસીઓની આ માંગ છે. તમે ઈતિહાસ જોઈ લો. ગુજરાત બહારથી પણ આ માંગ ઉઠી છે. આ માંગ આમ આદમી પાર્ટીની નથી, પરંતુ સ્થાનિક લોકોની છે. કેવડિયામાં તપાસ કરો તો કેવડિયામાં કેટલાય નેતાઓએ જમીન પચાવી પાડી છે. અમારો ભીલપ્રદેશ હતો, તમે ઈતિહાસ જોઈ લો. 75 વર્ષના વિકાસની વાતો કરાય છે, પરંતુ અમારો ક્યાંય વિકાસ થતો નથી. ત્યારે ભીલ પ્રદેશને લઈ ચૈતર વસાવા સરકાર સાથે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.

સુરતમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના

સુરત શહેરમાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા રહે છે. ત્યારે ડીંડોલી વિસ્તારમાં એક હિટ એન્ડ રનની ઘટના બની છે. શાકભાજીની લારી ચલાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતાં યુવકને અજાણ્યા કારચાલકે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે. બીજી તરફ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજ રુવાંટાં ઊભાં કરી દેનારા છે. તો બીજી તરફ દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા વસંતલાલ મેવાલાલ ગુપ્તા શાકભાજીના વેપારી છે. તેઓને 4 સંતાનો છે. જે પૈકી 22 વર્ષીય અંકિત પણ શાકભાજીની લારી ચલાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ગત રવિવારે અંકિત ડીંડોલી સ્થિત આરજેડી પ્લાઝા પાસેથી શાકભાજીની લારી લઈને પસાર થઇ રહ્યો હતો તે વેળાએ પાછળથી આવેલી કારે તેને જોરદાર ટક્કર મારી હતી જેથી તેને માથા, પગ અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી.ઘટનાને પગલે સ્થાનિકો લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને કરાઈ હતી. ડીંડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી જ્યાં બીજી તરફ લોકોએ ઈજાગ્રસ્ત અંકિતને તાત્કાલિક 108 બોલાવી સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

ગટરમાં ગૂંગળાઈ જતા ત્રણનાં મોત

ભરૂચના દહેજમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે ઊતરેલા ત્રણ કામદારોનાં ગૂંગળાઈ જવાથી મોત નીપજતા ચકચાર મચી છે. ભૂગર્ભ ગટરની સફાઈ માટે એકબીજાના હાથ પકડીને ગટરમાં ઊતર્યા બાદ ગૂંગળાઈ જવાથી ત્રણેયનાં મોત નીપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેય કામદારોને બચાવવા માટે અન્ય બે કામદારોએ પ્રયાસ કર્યા હતા પરંતુ, તેઓ તેમાં સફળ થયા ન હતા.દહેજમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે આજે ગલસીંગભાઈ મુનિયા, પરેશ કટારા અને અનીફ પરમાર નામના ત્રણ કામદારો ઉતર્યા હતા. પરંતુ, અંદર ગેસના કારણએ ગુંગળામણ થતા બૂમાબૂમ કરવા લાગ્યા હતા. જેથી બહાર રહેલા ભાવેશ કટારા અને જીગ્નેશ પરમાર નામના બે કામદારો પણ તેઓને બચાવવા માટે અંદર ઉતર્યા હતા. પરંતુ, તેઓ અંદર ઉતરી ન શક્તા પરત બહાર આવી ગયા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડની ટીમે આવી અંદર ફસાયેલા ત્રણ કામદારોને બહાર કાઢ્યા હતા. જેઓને 108 મારફત હોસ્પિટલ લઈ જવાતા જ્યાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. કામદારોના મોતના પગલે ઘટનાસ્થળે હોબાળો મચ્યો હતો. હાલ ફાયર બ્રિગેડ અને પોલીસના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم