![]()
સુરત5 કલાક પહેલા
- કૉપી લિંક
રાંદેર પોલીસે ગુજરાત ગેસ સર્કલ પાસે ચાલી રહેલા બોગસ કોલ સેન્ટરને ઝડપી પાડ્યું
શહેરના અડાજણ વિસ્તારમાં ગુજરાત ગેસ સર્કલ પાસે આવેલ શાંકુતલ કોમ્પ્લેક્ષમાં પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે ઓફિસની અંદર ધમધમતા બોગસ કોલ સેન્ટરને ઝડપી પાડ્યું હતું. પોલીસે ઓફિસમાંથી કુલ છ ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાંદેર પોલીસે બોગસ કોલ સેન્ટર ઝડપી પાડ્યું
સુરતના રાંદેર વિસ્તારમાં ચાલતા બોગસ કોલ સેન્ટરને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી છે. રાંદેર પોલીસ મથકના પીઆઈ એ.એસ.સોનારાની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે વખતે પોલીસને બોગસ કોલ સેન્ટર અંગે ચોક્કસ બામતી મળી હતી. જેને આધારે અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસે શાંકુતલ કોમ્પ્લેક્ષમાં રેડ પાડી કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું. પોલીસે કોલ સેન્ટર સંચાલક કાદીર ઉર્ફે ગુરુ મુનાવર સૈયદ, સુફીયાન અયાઝ હુસૈન અંસારી, રીઝવાન ન૨મોહમદ ખાન, સામીયા ઈસ્માઈલ રઝાક શેખ અને આયશા સાજીદ ઈકબાલ ખોખરની ધરપકડ કરી હતી.
સોફ્ટવેરમાં સેટિંગ કરી છેતરપિંડી કરવામાં આવતી હતી
પોલીસે આરોપીની તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી કાદીર ઉર્ફે ગુડુ સૈયદ ગુગલ સર્ચમાંથી ક્યુઆર માર્કેટ પેલેસમાંથી પૈસા ભરી ગ્રાહકોને મોબાઈલ નંબર તથા ઈમેઈલ આઈડીની માહિતી મેળવી લેતો હતો. ત્યારબાદ ગ્લોબલ એક્ષ્પોટ ટેક્નોલોજી વેબસાઈટની લીંક વ્હોટ્સએપ મારફતે તેમને મોકલવામાં આવી હતી. આ વેબસાટ ઉપર ડેટા એન્ટ્રીને લાગતા કામની માહિતી તથા તેઓની કંપનીના મેઈલ આઈડી અને કસ્ટમર કેર નંબર, કોન્ટ્રાક ફોર્મને લાગતી માહિતીની ડેટા એન્ટ્રી કરાવતો હતો. જે કામના બદલામાં 80થી 85 ટકા ચોકસાઈ આવે તે રીતે ગોઠવણ કરી હતી અને કોન્ટ્રાકટમાં 90 ટકા આવે તો જ પૈસા આપવાના અને કોન્ટ્રાકટનો ભંગ થાય તો રૂપિયા 5500 સામા ચુકવાના તેવુ કોલીંગમાં ગ્રાહકોને જણાવી ગ્રાહકોના સોફ્ટવેરના સેટીંગના આધારે 80થી 85 ટકા સુધી વર્ક એકયુરેસી બતાવતા હતા.
કોન્ટ્રાકટ ભંગના બહાને 20 થી 25 હાજર પડાવી લેવાતા
કોલ સેન્ટરનો માલિક કાદીર ગ્રાહકોને કોલ કરી કોન્ટ્રાકટ ભંગના પૈસા માગતા અને જો પૈસા ન આપે તો FIR કરવાની બીક બતાવી ગ્રાહકો પાસેથી 20થી 25 હજાર જેટલી રકમ તેમના ખાતમાં ટ્રાન્સફર કરાવી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતો હતો. પોલીસે તમામની સામે ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરી છે. રાંદેર પોલીસે કોમ્પ્યુટર, લેપટોપ ,સીમકાર્ડ મોબાઈલ, સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





