ગોધરા શહેરના ડૉ.ગીદવાણી રોડ પર આવેલી પ્લાસ્ટિકની દુકાનમાં તંત્રની ચેકિંગ, સંચાલક સામે કાર્યવાહી કરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો | Checking the system in the plastic shop located on Dr. Gidwani Road in Godhra city, taking action against the manager and seizing the quantity of prohibited plastic. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • Checking The System In The Plastic Shop Located On Dr. Gidwani Road In Godhra City, Taking Action Against The Manager And Seizing The Quantity Of Prohibited Plastic.

પંચમહાલ (ગોધરા)7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

શહેરા તાલુકામાં આવેલા અણીયાદ ચોકડી પાસે આજથી પાંચ દિવસ પહેલા એક ટેમ્પાનો ચાલક ડેઈલી સર્વિસ ગેરકાયદેસર સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ભરીને લાવીને તેનું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યાંની બાતમી લઇને શહેરા નગરપાલિકા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગેરકાયદેસર સિંગલ યુઝ પ્લાસ્ટિકના જથ્થા સાથે ટેમ્પા ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્લાસ્ટિકના જથ્થાની સઘન પૂછપરછ કરતાં બહાર આવ્યું હતું કે, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ગોધરાના ગીદવાણી રોડ ઉપર આવેલા રામદેવ પ્લાસ્ટિકના વેપારી પાસેથી લાવી તેનું વેચાણ કરી રહ્યો છે.

જેથી આજરોજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને જિલ્લા કલેકટર દ્વારા ગોધરા નગરપાલિકાને કડક સૂચના આપી હતી કે ગોધરાના ગીદવાણી રોડ ઉપર આવેલા રામદેવ પ્લાસ્ટિકના વેપારીને ત્યાં જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે જેથી ગોધરા નગરપાલિકાના ઇન્ચાર્જ સીનીયર સેનેટરી ઇન્સ્પેક્ટર રમેશ મહેતા, સેનેટરી ઇન્સ્પેક્ટર સુરપાલસિંહ સોલંકી, મનોજ ચૌહાણ ,સહલ મન્સૂરી સહિતનો સ્ટાફ ગોધરાના ગીદવાણી રોડ ઉપર આવેલા રામદેવ પ્લાસ્ટિકની દુકાન ઉપર ચેકીંગ દરમિયાન 90 કિલો જેટલો જ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો.

ગોધરા નગરપાલિકાની ટીમે ગેરકાયદેસર પ્લાસ્ટિકનો જથ્થાને જપ્ત કરીને સ્થળ ઉપર 11,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જેથી પ્લાસ્ટિકનો વ્યાપાર કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગોધરા શહેરમાં 15 જેટલી જગ્યાએ બિનઅધિકૃત પ્લાસ્ટિકનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા આ ગેરકાયદેસર રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વેચાણ કરનાર વેપારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે સમય જ બતાવશે.

GPCBના નોટીફિકેશન મુજબ અને ભારત સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ હોય શહેરા નગરપાલિકા દ્વારા ગત 12 તારીખે પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તી માટેની કાર્યવાહી હાથ ધરી હતી, જે દરમિયાન અણીયાદ ચોકડી વિસ્તાર પાસે બાયપાસ રોડ ઉપર સિંગલ યુઝ પ્લાસ્ટિક ભરેલું વાહન મહંમદ અલીફ મામજી નામના ઈસમ લઈને આવીને તેનો વ્યાપાર કરી રહ્યા હતા પૂછપરછ કરતા તેઓ પ્રતિબંધિત ગેરકાયદેસર પ્લાસ્ટિક ડો. ગીદવાણી રોડ પર આવેલી રામદેવ પ્લાસ્ટિક હોલસેલના વેપારી પાસેથી લાવીને શહેરા તેમજ લુણાવાડા નગરમાં ડીલેવરી કરીએ છે તેવું જણાવેલ હતું, જેને લઇને આજરોજ ગોધરા નગરપાલિકાની ટીમ દ્વારા ગોધરા શહેરના ગીદવાણી રોડ પર આવેલી રામદેવ પ્લાસ્ટિક નામની દુકાનના સંચાલક સામે કાર્યવાહી કરીને પ્લાસ્ટિકનો જંગી જથ્થો કબજે લેવામાં આવ્યો હતો અને દુકાનના સંચાલક સામે કાર્યવાહી કરીને રૂ.11 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم