ભુજના ટાઉનહોલમાં યોજાયેલા સનદ વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું સંબોધન ચાલતું હતું ત્યારે જ ભુજના ચીફ ઓફિસર ઊંઘતા જોવા મળ્યા | The chief officer of Bhuj was found sleeping while the chief minister's address was going on in the charter distribution program held in the town hall of Bhuj. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • The Chief Officer Of Bhuj Was Found Sleeping While The Chief Minister’s Address Was Going On In The Charter Distribution Program Held In The Town Hall Of Bhuj.

કચ્છ (ભુજ )2 કલાક પહેલા

  • કૉપી લિંક

ભૂકંપમાં ઘરબાર ગુમાવનારા ભૂકંપગ્રસ્તોને સરકાર દ્વારા આજે સનદ વિતરણનો કાર્યક્રમ ભુજ ટાઉનહોલમાં .યોજાયો હતો. મુખ્યમંત્રીની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યંમંત્રીનું સંબોધન ચાલી રહ્યું હતું ત્યારે જ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર ઊંઘતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

વર્ષ 2001ના ભયાનક ભૂકંપમાં ઘરબાર ગુમાવનાર ભૂંકપગ્રસ્તોને સરકારની પુનર્વસન યોજના અંતર્ગત ધાર્મિક તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી સામુહિક મકાનો બંધાવી આપવામાં આવ્યા હતા પરંતુ તેનો માલિકી હક્ક હજુ સુધી મળી શક્યો ના હતો. આ માટે સરકાર દ્વારા આ પ્રકારના લાભાર્થીઓને મકાનનો સ્વતંત્ર હક્ક મળી રહે તે માટે આજે ભૂજ શહેરના ટાઉનહોલ ખાતે સનદ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રતીક રૂપ લોકોને સનદ વિતરણ કરી હતી. ભૂકંપ ના બે દાયકા બાદ સનદ વિતરણ પ્રસંગે સરકારની વિકાસ ગાથાનું વર્ણન કરી રહેલા મંચસ્થ મુખ્યમંત્રી સન્મુખ શ્રોતાગણમાં બેઠેલા ભુજના ચીફ ઓફિસર જીગર પટેલ ઊંઘતા દેખાયા હતા. સીએમના કાર્યક્રમમાં ચીફ ઓફિસર ઊંઘી રહ્યાનો વીડિયો બાદમાં સોસીયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો.

શહેરના ટાઉનહોલ ખાતે આજે સાંજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ભૂકંપના બે દાયકા બાદ ભૂંકપ આવાસ યોજના તળે મકાન ધરાવનાર લાભાર્થીઓનવા સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમ્યાન પ્રાસંગીક ઉદબોધન આપતા મુખ્યમંત્રીને ઉપસ્થિત પ્રભારી મંત્રી, સાંસદ, કચ્છ મત વિસ્તારના તમામ ભાજપના ધારાસભ્યો અને જિલ્લા ઉચ્ચ અધિકારીઓ એક ચિત્તે સાંભળી રહ્યા હતા પરંતુ આ વેળાએ ભુજ પાલિકાનો વહીવટી સંભાળતા જીગર પટેલ કેમેરામાં ઊંઘતા ઝડપાયા હતા. જેનો વીડિયો પણ સોસીયલ મીડિયામાં વાઇરલ થયો હતો. લોકોએ પણ આ મુદ્દે જાત-જાતનાં પ્રતિભાવો આપ્યા હતા.

أحدث أقدم