સીટી બસ સ્ટેશન પાસેના હોર્ડીંગ્સ પર ચડી ગઈ, નીચે કુદકો મારે તે પહેલાં જ ફાયરની ટીમે દોરડાથી બાંધી નીચે ઉતારી | Climbed the hoardings near the city bus station, was roped down by fire crews before she could jump down. | Times Of Ahmedabad

આણંદ17 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આણંદ શહેરના ટ્રાફિકથી ભરચક વિસ્તાર એવા સીટી બસ સ્ટેશન પાસે આવેલા ઊંચા હોર્ડીંગ્સ પર એક યુવતી ચડી ગઈ હતી. જેથી ભારે અફડા તફડી મચી ગઈ હતી. આ અંગે કોઇએ ફાયર બ્રિગેડને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને ફાયર જવાનો યુવતીને બચાવવા કામે લાગ્યાં હતા અંતે સમજાવટથી કામ લઇ યુવતીને દોરડાથી બાંધી નીચે ઉતારી હતી. જોકે, તેણે કોઇ પ્રવાહી ગટગટાવ્યું છે અને તે માનસીક દિવ્યાંગ હોવાનું ફાયર બ્રિગ્રેડને લાગી રહ્યું છે. હાલ તો યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

લોકોએ યુવતીને સમજાવી નીચે ઉતારવા કોશીષ કરી
આણંદ શહેરમાં રેલવે સ્ટેશન નજીક સીટી બસ સ્ટેશનની ઓફિસથી થોડે દુર દિશા સૂચક હોર્ડીંગ્સ આવેલા છે. આ હોર્ડીંગ્સ પર બુધવારના રોજ સવારે એક માનસિક દિવ્યાંગ યુવતી ચડી ગઈ હતી. તેણે ત્યાથી કુદકો મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અહીંથી પસાર થતાં લોકો આ દ્રશ્ય જોઇ ચોંકી ગયા હતા અને થોડી વારમાં જ ટોળું એકત્ર થઇ ગયું હતું. તેઓએ આ યુવતીને સમજાવી નીચે ઉતારવા કોશીષ કરી હતી. પરંતુ તે કોઇનું કશુ સાંભળતી નહોતી. બીજી તરફ આ ઘટનાને પગલે અહી વિસ્તારમાં ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો. ભારે અફરાતફરી ભર્યો માહોલ નિર્માણ થયો હતો.

યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાય
આખરે આ અંગે કોઇએ આણંદ ફાયર બ્રિગેડને જાણ કરતાં ધર્મેશ ગૌર સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. પ્રથમ તબક્કે તેમણે પણ સમજાવટથી કામ લીધું હતું. પરંતુ યુવતીએ ગણકાર્યું નહતું. બાદમાં તાલીમબદ્ધ જવાનો દોરડા સાથે ઉપર ચડ્યાં હતાં. જોકે, તે સમયે પણ માનસિક દિવ્યાંગ યુવતી કુદી પડવા કોશીષ કરી હતી. પરંતુ જવાનોએ તેને પકડી દોરડે બાંધી નીચે ઉતારી હતી. આ સમયે તેમની સ્થિતિ જોતા તેણે કશું જ પીધું હોવાનું લાગ્યું હતું. આથી, તેને તાત્કાલિક સારવાર માટે આણંદની હોસ્પિટલમાં ખસેડી હતી.

અમદાવાદમાં એક વિદ્યાર્થીએ બ્રિજ પરથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
થોડા સમય પહેલા અમદાવાદના CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી એક 12 વર્ષીનો વિદ્યાર્થી આત્મહત્યા કરવા માટે જઈ રહ્યો હતો. ત્યારે આસપાસના લોકોએ તાત્કાલિક દોડીને તેને બચાવી લીધો હતો. વિદ્યાર્થી માનસિક તણાવમાં હોવાનું લાગતા તેને લોકોએ સમજાવ્યો હતો અને તેના પરિવારને જાણ કરવા માટે પ્રયાસ કર્યો હતો. બીજી તરફ પોલીસને પણ આ વાતની જાણ કરતા પોલીસ પણ ત્યાં પહોંચી હતી. સમગ્ર મામલે બાળકનું કાઉન્સિલિંગ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

CTM ઓવરબ્રિજ પરથી યુવતીની છલાંગ
અમદાવાદના CTM ઓવરબ્રિજ પરથી છઠ્ઠી ફેબ્રુઆરીએ કોલેજમાં અભ્યાસ કરતી ત્રિકમપુરાની એક યુવતીએ કોઈ કારણસર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલો નજીકમાં એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો છે. પરંતુ એ યુવતી કોઈ અગમ્ય કારણસર બ્રિજ ઉપરથી કૂદવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે નીચેથી લોકો તેને બચાવવા માટે બૂમો પાડી રહ્યા હતા. પરંતુ કોઈ તેને બચાવે તે પહેલાં તેણે બ્રિજ પરથી કૂદકો માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post