الجمعة، 28 أبريل 2023

ભરૂચના માતરિયા તળાવ બ્યુટીફીકેશનની કામગીરીની કલેકટર તુષાર સુમેરાએ મુલાકાત લીધી | Collector Tushar Sumera visited the work of beautification of Mataria lake in Bharuch. | Times Of Ahmedabad

ભરૂચ6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

માય લિવેબલ ભરૂચ અંતર્ગત માતરિયા તળાવનું રૂપિયા 4 કરોડના ખર્ચે થઈ રહેલું બ્યુટીફીકેશનની કામગીરીની કલેક્ટર તુષાર સુમેરાએ મુલાકાત લીધી હતી.

ભરૂચ શહેરન માતરિયા તળાવને પર્યટન સ્થળ, પીકનીક પોઈન્ટ અને વધુ મનમોહક બનાવવા માટે બૌડા ચેરમન અને કલેકટર તુષાર સુમેરાએ સુકાન સંભાળ્યું છે.કલેકટરના માર્ગદર્શન હેઠળ માતરિયા તળાવનું ડેવલોપમેન્ટ અને બ્યુટીફીકેશનની કામગીરી ભરૂચ- અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ (બૌડા) દ્વારા હાથ ધરાઈ છે.બૌડા દ્વારા હાથ ધરાયેલ માતરીયા તળાવના બગીચાની બ્યુટીફિકેશનની સિવિલ વર્કની 70 ટકા જેટલી કામગીરી પૂર્ણ થયેલ છે. જેનું શુક્રવારે કલેકટરે નિરીક્ષણ કર્યું હતું. એમ્પીથીયેટર, કાર્પેટ એરિયા, આર્ટ ગેલેરી, પાછળની કમ્પાઉન્ડ વોલ, વ્યુ પોઇન્ટ, ગજીબો, બોટિંગ માટેની જેટી વગેરે કામ પૂર્ણતાના આરે છે.લાઈટિંગ, સીસીટીવી, જોગિંગ ટ્રેક અને પ્લાન્ટેશનની કામગીરી ત્રણેક મહિનામાં પૂર્ણ કરી બગીચો જાહેર જનતા માટે ખુલ્લો કરવામાં આવશે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.