કલેક્ટરો કંપનીઓને જમીન ફાળવતા પહેલા દબાણની સ્થિતિ સ્પષ્ટ કરે | Collectors should clarify the pressure situation before allotting land to companies | Times Of Ahmedabad

ગાંધીનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજ્યમાં કંપનીઓ, સંસ્થાઓ, ખાનગી વ્યક્તિઓને સરકાર હસ્તકની પડતર, ગામતળ કે ગૌચરની જમીનની ફાળવણી કરતા પહેલા જમીનની સ્થળ સ્થિતિની ચકાસણી કરવા સરકારે કલેક્ટરોને સૂચના આપી છે. જમીન ઉપર દબાણ છે કે નહીં તે પણ ચકાસવાનું રહેશે. ફાળવણીની દરખાસ્તની સાથે સેટેલાઇટ મેપ અને ફોટોગ્રાફ પણ મોકલવા કલેક્ટરોને તાકીદ કરવામાં આવી છે.

જમીનના સેટેલાઇટ મેપ સાથે રાખવાના
મહેસૂલ વિભાગે કરેલા પરિપત્ર મુજબ કંપનીઓ કે સંસ્થાઓ દ્વારા માંગવામાં આવેલી સરકારી જમીનનમાં ઘણીવખત સ્થળ સ્થિતિ સ્પષ્ટ થતી નથી જેથી દરખાસ્તની યોગ્ય ચકાસણી થઇ શકતી નથી. આથી દરખાસ્ત વખતે જ જમીનની સ્થળ સ્થિતિની સાચી જાણકારી મળે તે માટે કલેક્ટરોએ દરખાસ્તની સાથે માંગણીવાળી જમીનના સેટેલાઇટ મેપ સાથે રાખવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે…