ભાડુઆત મિલકત પચાવી પાડવા વકીલના ઘરમાં ઘૂસ્યા, બે મહિલા સહિત ત્રણ શખસો સામે ફરિયાદ | Complaint against three persons, including two women, who broke into the lawyer's house to grab the tenant's property | Times Of Ahmedabad

અમદાવાદ33 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કાંકરિયા પાસે રહેતા એક ભાડુઆત મિલકત પચાવી પાડવા વકીલના ઘરમાં ઘૂસી ગયા હતા.અગાઉ કરેલ કોર્ટ કેસમાં જુબાની આપવા ગયા તો પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ભાડાવાળી મિલકત પેટે 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી.જેથી વકીલે બે મહિલા સહિત ત્રણ શખ્સો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કાંકરિયા પાસે રહેતા પાર્થ રાવલ વકીલાત કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમાં તેમનું મકાનમાં વિધ્યાબેન ભાડે રહેતા હતા. ત્યારે વિધ્યાબેનની પુત્રી ભગવતીબેન તથા વિધ્યાબેનની પુત્રવધુ સોનિયાએ તેમનું મકાન પચાવી પાડવા પ્રયાસ કર્યો હતો. ત્યારે કોર્ટ કેસ ચાલતો હતો. તેમાં કોર્ટે પાર્થભાઇની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ગત 11 ઓક્ટોમ્બરે સાંજના સમયે ભગવતીબેન, સોનિયાબેન પાર્થ રાવલના મકાનમાં તાળુ તોડીને ઘૂસી આવ્યા હતા. તે બાદ પાર્થભાઇએ આવી રીતે વર્તન ન કરવાનું જણાવતા બંને જણાએ અગાઉ તને અને તારા બાપને માર્યા ત્યારે કોર્ટ અને પોલીસ કશુ કરી શકેલ નહિ. મારી પોલીસમાં અને રાજકીય રીતે ઘણી મોટી ઓળખાણ છે જો તુ કે તારો બાપ અગાઉના કેસમાં જુબાની આપવા ગયા તો તારા પરિવારને જાનથી મારી નખાવીશ તેવી ધમકી આપી હતી. તેમજ રાજીવ બારોટના યુએસથી ફોન આવ્યો હતો અને કહ્યુ કે ભાડાવાળી મિલકત પેટે રૂ.20 લાખ આપો નહિ તો મારા માણસો થકી ફરી મિલકતમાં ઘૂસી જઇશું. તે બાદ બંને જણા ત્યાંથી જતા રહ્યા હતા. આ અંગે પાર્થભાઇએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ભગવતી, સોનિયા અને રાજીવ સામે ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم