الأحد، 2 أبريل 2023

ડીસામાં વકીલ સામે ખોટા સરકારી રેકર્ડ ઉભા કરી ફરિયાદ કરાવવા જતા બે સામે ફરિયાદ; ભીલડી પોલીસે વધુ તપાસ | Complaint against two who went to file a complaint against a lawyer in Disa by creating false government records; Further investigation by Bhildi police | Times Of Ahmedabad

ડીસા23 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ડીસામાં વકીલ સામે ખોટા સરકારી રેકર્ડ ઊભા કરી લેન્ડ ગ્રેબિંગ એક્ટની ખોટી ફરિયાદ કરાવવા જતા બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદના આધારે ભીલડી પોલીસે બંને શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

ડીસા તાલુકાના વડાવળ ગામે રહેતા મેરાજ રબારી ખેડૂત છે અને વકીલાતનો વ્યવસાય કરે છે. જેમણે અગાઉ તેમના જ ગામના કેટલાક લોકોએ ગૌચરમાં દબાણ કરતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાવી ગૌચરની જમીન ખાલી કરાવતા દબાણદારોએ તેમના વિરુદ્ધ ખોટા રેકર્ડ ઊભા કરી લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ કરાવવાનો કારસો રચ્યો હતો.

જેમાં પાંચા રબારી અને ચેલા રબારીએ ગ્રામ પંચાયતમાંથી દબાણ રજીસ્ટર મેળવી તેમાં અનુક્રમ નંબર 22ની સામે દબાણ કર્તા લાલાભાથીની નીચે મેરાજ લીલા નામ લખી દીધું હતું. જ્યારે રીસર્વેની પ્રક્રિયામાં મેરાજની જમીનમાં ઘટ થઈ હતી. તેમજ તેમની માલિકીની જમીન હોવા છતાં પણ તેના પણ દબાણ કર્યું હોવાના ખોટા રેકર્ડ ઉભા કરી સરકારી દસ્તાવેજ સાથે ચેડા કર્યા હતા.

તેમજ મિલકત જંત્રીની આકારણીમાં મોટી બજાર કિંમત બતાવી અને ખોટા ડોક્યુમેન્ટને કિંમતી જામીનગીરી તરીકે દર્શાવી ખોટા રેકર્ડને આધારે મેરાજ સામે ફરિયાદ કરી હતી. જે બાબત ધ્યાને આવતાજ મેરાજ એ તેમની સામે ખોટી ફરિયાદ કરાવવાનો કારસો રચનાર પાંચા દેસાઈ અને ચેલા દેસાઈ સામે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.