હારીજ ખાતે વન વિભાગ રેન્જના કર્મચારીઓમાથી કેટલાય કાયમી કર્મીઓ હોવા છતાં સરકારી લાભો ન અપાતા હોવાની ફરિયાદો ઉઠી | Complaints were raised from the forest department range employees at Harij about not being given government benefits despite the presence of several permanent workers. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Complaints Were Raised From The Forest Department Range Employees At Harij About Not Being Given Government Benefits Despite The Presence Of Several Permanent Workers.

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

હારીજ ખાતે સત્સંગ ધામના પરિસરમાં રવિવારે પાટણ જિલ્લાના સમી, હારીજ, શંખેશ્વર, ચાણસ્મા સહિત 11 વન વિભાગ રેન્જના રોજમદાર આઉટસોર્સિંગ મજૂર વર્ગના કર્મચારીઓની એક બેઠક આઉટસોર્સિંગ રોજમદાર મજદૂર સંઘના ગુજરાત પ્રાંતના પ્રમુખ એનએફ મલેકની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં કેટલાય સમયથી વન વિભાગ દ્વારા વન વિભાગમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ રોજગાર કર્મચારીઓ કે જેમના વર્ષ દરમિયાન 240 દિવસ એમ પાંચ વર્ષ પૂર્ણ કરેલ છે તેઓને કાયમી કર્મચારીઓ કહેવામાં આવે છે પરંતુ વન વિભાગ દ્વારા તેમને સરકાર તરફથી મળતા કોઈ જ લાભો આપવામાં આવતા નથી. જેને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ ઉપરાંત વન વિભાગ દ્વારા રોજમદાર કર્મચારીઓની સમસ્યાઓ અંગેની બેઠક રાખવામાં આવે છે તેમાં પણ રોજમદાર આઉટસોર્સિંગ કર્મચારી મંડળના અધ્યક્ષને બોલાવવામાં આવતા નથી. જે અંગે રવિવારે આવા કર્મચારીઓને વન વિભાગ દ્વારા થતા અન્યાય સામે ધારદાર રજૂઆતો કરવા માટે સાથે મળી ચર્ચા વિચારણા કરી આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં ઉપસ્થિત રોજમદાર નિવૃત આઉટસોર્સિંગ કર્મચારીઓ એ તેમની સમસ્યાઓ બેઠકમાં ઉપસ્થિત ગુજરાત રોજગાર મંડળના અધ્યક્ષને કરી હતી અને તેમની સમસ્યાઓનો ઉકેલ આવે તે અંગે સાથે મળીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી હૈયાધારણ આપી હતી. આ બેઠકમાં ગુજરાત રાજ્ય વન વિભાગ રોજમદાર મંડળના પ્રમુખ એનએફ મલેક પાટણ જિલ્લા વન કર્મચારી રોજમદાર આઉટસોર્સિંગ કર્મચારી મંડળના સુનિલ કુમાર સોલંકી, સમી તાલુકા વન વિભાગ રોજમદાર કર્મચારી મંડળના ભદ્રેશ દવે, ચાણસ્માના મનુભાઈ સુથાર અમરજી ઠાકોર સહિત પાટણ સિધ્ધપુર રાધનપુર સાંતલપુર મળી વન વિભાગ 11 રેન્જ વન વિભાગના રોજમદાર આઉટસોર્સિંગ મંડળના પદાધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post