મહિસાગર (લુણાવાડા)2 કલાક પહેલા
- કૉપી લિંક
રેપીડ એક્શન ફોર્સની 100 બટાલિયન અમદાવાદની એક પ્લાટુન સંવેદનશીલ વિસ્તારના પરિચય પ્રેક્ટિસ કવાયત અંતર્ગત કમાન્ડન્ટ ગોવિંદપ્રસાદના આદેશ અનુસાર ઉપ-કમાન્ડન્ટ મોહનસિંગ તથા ડીટવાસ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.બી. ઝાલાના નેતૃત્વમાં ડીટવાસ પોલીસ ટીમ અને રેપીડ એક્શન ફોર્સ ટીમ દ્વારા ડીટવાસ પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ એરિયામાં આજે ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. જેમાં ડીટવાસ ટાઉન, સરસવા ગામ તથા બચકરીયા ચાર રસ્તા વિસ્તારમાં આ ફ્લેગ માર્ચ યોજાઇ હતી. તો આ ફ્લેગમાર્ચને નિહાળવા માટે સ્થાનિક લોકો પણ ઉમટી પડ્યા હતા. આર.એ.એફના જવાનો અને પોલીસની શિસ્તબધ્ધ કવાયતે પ્રજાજનોમાં આકર્ષણની સાથે કુતુહલ જમાવ્યું હતું.
ફ્લેગમાર્ચ યોજવાનો મુખ્ય હેતુ
આ ફ્લેગ માર્ચનો હેતુ ભૂતકાળમાં બનેલ કોમ્યુનલ બનાવોના સ્થળથી રેપડી એક્શન ફોર્સને અવગત કરવાનો તથા પોલીસ સ્ટેશન વિસ્તારથી માહિતગાર કરવાનો હતો. જેથી ભવિષ્યમાં આવી કોઈ તાકીદની પરિસ્થિતિ ઉભી થાય તો રેપીડ એક્શન ફોર્સ કે અન્ય પેરામિલેટરી ફોર્સ એરીયા અને સંવેદનશીલ સ્થળોથી માહિતગાર હોય, તો ઝડપી લો એન્ડ ઓર્ડની પરિસ્થિતિ સંભાળવા માટે કાર્યવાહી કરી શકે તે માટેનો હતો. ઉપરાંત આ ફ્લેગમાર્ચનો આશય લોકોમાં સલામતીની ભાવનાનો અહેસાસ કરાવવાનો પણ હતો. આ ફ્લેગમાર્ચમાં રેપીડ એક્શન ફોર્સના જવાનો ડીટવાસ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ તેમજ ડીટવાસ પોલીસ સ્ટેશનની ટીમ હાજર રહી હતી અને વિવિધ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું.
આગાઉ પણ જિલ્લામાં યોજાઈ ચુકી છે ફ્લેગમાર્ચ
ત્યારે 11 એપ્રિલના રોજ જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ખાતે રેપીડ એક્શન ફોર્સ અને Dysp જે.જી.ચાવડા, ટાઉન પોલીસ ઈસ્પેક્ટર ધેનુ ઠાકરના સંકલનમાં ફોર્સના જવાનો અને લુણાવાડા ટાઉન પોલીસ ટીમ દ્વારા શહેરના લુણેશ્વર પોલીસ ચોકી ખાતેથી દરકોલી દરવાજા, ફુવારાચોક, માંડવી બજાર, ગોળ બજાર, હુસેની ચોક, અસ્તાના બજાર સહિતના વિસ્તારોમાં ફ્લેગમાર્ચ યોજાઈ હતી. જ્યારે ગતરોજ કડાણા પોલીસ સ્ટેશન વિસ્તારના દીવડા કોલોની અને આટલવાડા ગામે રેપીડ એક્શન ફોર્સ અને કડાણા પોલીસ ઈસ્પેક્ટર એચ.બી. ગામીતીના સંકલનમાં ફોર્સના જવાનો અને પોલીસ ટીમ દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી.