જૂનાગઢના નરસિંહ મહેતા તળાવના કામમાં માટી નાખવા બાબતે કોંગ્રેસ, આપ અને એનસીપીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી આક્ષેપોનો મારો ચલાવ્યો | Congress, AAP and NCP held a joint press conference and launched a barrage of allegations regarding the dumping of soil in the work of Narsingh Mehta Lake in Junagadh. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Congress, AAP And NCP Held A Joint Press Conference And Launched A Barrage Of Allegations Regarding The Dumping Of Soil In The Work Of Narsingh Mehta Lake In Junagadh.

જુનાગઢ16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નરસિંહ મહેતા બ્યુટીફિકેશનનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે 60 કરોડના ખર્ચે બનવા જઈ રહેલા નરસિંહ મહેતા તળાવમાં કામ શરૂ થતાની સાથે જ ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને એનસીપી એમ ત્રણેય પક્ષોએ મળી નરસિંહ મહેતા બ્યુટીફિકેશનના કામમાં બે કરોડની માટી નાખ્યાની વાતને લઇ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં આક્ષેપ કરાયો હતો કે, કરોડો રૂપિયાની માટી નાખવાની વાત ખોટી છે અને જો કરોડો રૂપિયાની માટી નરસિંહ મહેતા તળાવમાં નાખવામાં આવી હોય તો તેમના બિલ કે રોયલ્ટી રજૂ કરવામાં આવે અને જો બીલ ન હોય તો ખનીજની ચોરી કરી કહેવાય.

આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ તુષાર સોજીત્રાએ જણાવ્યું હતું કે, નરસિંહ મહેતા તળાવનો પાળ તોડવાથી જ આ પ્રોજેક્ટ વિવાદમાં રહ્યો છે. તેમ છતાં સરોવર બ્યુટીફિકેશન પ્રોજેક્ટ કરવાની કામગીરી બાબતે આજ દિવસ સુધી પ્રજાને વિકાસનો નકશો મળ્યો નથી જાહેર થયો નથી શા માટે ? એ આનો જવાબ પણ મળતો નથી? જૂનાગઢની જનતા જ્યારે નરસિંહ મહેતા તળાવના કામ બાબતે કે ઊંડું ઉતારવા માટે મીડિયા માધ્યમથી પ્રશ્ન પૂછે છે ત્યારે શાસકો મર્યાદા અને ભાન ચૂકી અને મીડિયા સમક્ષ જે નિવેદન આપે છે જે ખરેખર દુઃખદ છે. લોકોના પ્રશ્નોને બીજી બાજુ ડાયવર્ટ કરવાના હેતુથી આંકડા રજૂ કરવામાં આવે છે.

કોર્પોરેટર અદ્રેમાન પંજાએ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં મહાનગરપાલિકા દ્વારા નરસિંહ મહેતા તળાવનું જે બ્યુટીફિકેશનનું કામ કરવામાં આવી રહ્યું છે તેમાં મહાનગરપાલિકા દ્વારા બે કરોડની માટી નાખ્યા ના બિલો પાસ કરવામાં આવ્યાં છે. ત્યારે વિરોધ પક્ષના કોર્પોરેટરોએ તપાસ કરતા માલુમ પડ્યું છે કે આવા બે કરોડની માટીના કામ નરસિંહ મહેતા સરોવરમાં થયા જ નથી. જો બે કરોડની માટી નરસિંહ મહેતા તળાવમાં નાખેલી હોય તો તળાવ માટીથી ભરાઈ ગયું હોય.

જો માટી નાખવામાં આવેલી હોય તો માટી એ ખનીજ છે અને તેની રોયલ્ટી ભરવામાં આવી છે કે નહીં અને તેના બીલ રજૂ કરવામાં આવ્યા છે કે નહીં પરંતુ આવી કોઈ રોયલ્ટી પણ મનપા દ્વારા રજૂ કરવામાં આવી નથી અને જો રોયલ્ટી બિલ રજૂ ન કર્યા હોય તો ખનીજની ચોરી કરી કહેવાય. તેવા આક્ષેપ કોર્પોરેટર અદરીમાન પંચાયતે કર્યા હતા.

أحدث أقدم