કેશોદમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સંકલન બેઠક મળી, કાર્યકરોને આગામી ચૂંટણી અને સંગઠનને લઈને માર્ગદર્શન આપ્યું | A coordination meeting was held in Keshod in the presence of the Chief Minister, the workers were guided about the upcoming elections and organization | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • A Coordination Meeting Was Held In Keshod In The Presence Of The Chief Minister, The Workers Were Guided About The Upcoming Elections And Organization

જુનાગઢ4 કલાક પહેલા

  • કૉપી લિંક

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં કેશોદમાં લોકસભાની ચૂંટણીને લઈને મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક ચાર અલગ અલગ સેશન્સમાં યોજાઈ હતી. બીજી બેઠકમાં જિલ્લાના હોદ્દેદારો, પ્રમુખો, મહામંત્રી સાથે મિટિંગ રાખવામાં આવી હતી. ત્રીજી બેઠકમાં સંઘના જિલ્લાના હોદ્દેદારો સાથે મિટિંગ યોજી હતી. જ્યારે ચોથી બેઠકમાં જિલ્લાના તમામ અધિકારી સાથે મિટિંગ યોજી હતી. 2024ની લોકસભા ચૂંટણીને લઈ આ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી.

કેશોદ વિધાનસભા મતવિસ્તાર પોરબંદર અને જુનાગઢ લોકસભા બેઠક માટે ખૂબ મહત્વની માનવામાં આવે છે. કેશોદ વિધાનસભા બેઠકમાં જ્ઞાતિ સમીકરણો પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સંસદની ચૂંટણીને લઇ સંગઠનના કાર્યકર્તાઓ વધુને વધુ લોકો સુધી પહોંચી અને ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો અને સેવાકીય કાર્યોને વર્ણવી યશગાથાના ગૌરવની વાત પહોંચાડે તેવી વાત કરી હતી. આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેશોદ ખાતે બેઠક કરીને પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના ધારાસભ્યો સાંસદો અને કાર્યકરોને આગામી ચૂંટણી અને સંગઠનને લઈને માર્ગદર્શન આપ્યું હતું.

આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા મિશન લોકસભા શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે કેશોદ ખાતે આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ અને પોરબંદરના સાંસદ રાજેશ ચુડાસમા, રમેશ ધડુકની સાથે જિલ્લાના પ્રમુખ ધારાસભ્યો અને અગ્રણી સહકારી સંસ્થાના આગેવાનોની તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાની ચૂંટણીની તૈયારીઓ જાણે કે શરૂ કરી દીધી હોય તે પ્રમાણે બેઠકોનું ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લાનું કેશોદ અને પોરબંદર લોકસભા માટે એપી સેન્ટર બની રહ્યું છે, ત્યારે અહીં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ અને પોરબંદરના સાંસદોની સાથે કાર્યકર્તાઓ સંગઠનના અગ્રણી નેતાઓ કાર્યકરો અને હોદ્દેદારો વચ્ચે મહત્વની બેઠક અને ચર્ચાઓ કરી હતી..

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم