Thursday, April 20, 2023

માલપુર નગરમાં ચાલતા ગટરલાઈનના કામમાં ભ્રષ્ટાચાર; શરીર પર પ્લે કાર્ડ લગાવી ગોધરા-મોડાસા હાઇવે ચક્કાજામ કર્યો | Corruption in sewer line work in Malpur town; Godhra-Modasa highway was checked by putting a play card on the body | Times Of Ahmedabad

અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

અરવલ્લી જિલ્લાના માલપુરમાં ગટરની કામગીરીનો વિવાદ એટલી હદે વકર્યો છે કે, જાગૃત નાગરિકે અનોખી રીતે વિરોધ કર્યો હતો. માલપુર તાલુકામાં પણ ગટરની કામગીરીને લઈને ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિકે અનોખો વિરોધ કર્યો હતો. જાગૃત નાગરિક લાલજી ભગતે શરીરે પ્લે કાર્ડ્સ લગાવીને માઇક પર એનાઉન્સ કરીને ગટરની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે સમગ્ર માલપુર નગરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. માલપુર ચોકડી પર તેઓ રસ્તા વચ્ચે સુઈ જતાં પોલીસે તેમની અટકાયત કરી હતી.

આ સમગ્ર વિવાદ બેથી ત્રણ દિવસ પહેલા શરૂ થયો હતો. જેમાં માલપુર પશુ દવાખાના પાસે બની રહેલી ગટર લાઈનમાં હલકી ગુણવત્તા વાળું કામ થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં તાત્કાલિક આ કામને અટકાવીને ગટર લાઈનમાં સળિયા નાખવાની માગ સાથે વિરોધ થયો હતો. જોકે કોઈ જ કાર્યવાહી નહિ કરવામાં આવતા જાગૃત નાગરિકે માલપુર નગરમાં અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યો હતો. આ જાગૃત નાગરિક દ્વારા મામલતદાર શહેર તાલુકા વિકાસ અધિકારીને પણ આ અંગે રજૂઆત કરી છે. જોકે કોઈ જ હજુ કાર્યવાહી ન થતા આખરે વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કરતા સમગ્ર માલપુર નગરમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: