પાટણએક કલાક પહેલા
- કૉપી લિંક

પાટણ બહુચર્ચિત દીક્ષિતા મોદી આત્મહત્યા કેસના આરોપીએ રેગ્યુલર જમીન ઉપર મુકત થવા અરજી કરતા પાટણ કોર્ટે જમીન અરજી ના મંજૂર કરી હતી. પાટણ શહેરમાં બહુચર્ચિત બનેલા દિક્ષિતા મોદી આત્મહત્યા બનાવમા સંડોવાયેલા આરોપી મહેશ રમેશભાઈ ઠક્કર પાટણ સબ જેલમાં સજા કાપી રહ્યા છે ત્યારે તેને પોતાના વકીલ કે. ડી. મહાજન મારફત રેગ્યુલર જામીન મેળવવાની પાટણ ના મે.બીજા એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજની કોર્ટ સમક્ષ જામીન અરજી કરી હતી.

જે જામીન અરજી બાબતે જજ દ્વારા આરોપીને જામીન મુકત કરવાથી તપાસને વિપરીત અસર થાય તે હકીકત નકારી શકાય તેમ નથી તેમજ અરજદાર/આરોપી વિરૂધ્ધ નોંધાયેલ ગુનો સમાજ વિરૂધ્ધનો અને સમાજ ઉપર ગંભીર છાપ પાડે તેવો ગંભીર પ્રકારનો ગુનો હોય ફરીયાદ હકીકત, ત.ક.અમલદારનુ સોગંદનામુ, વિ.એ.પી.પી.ની દલીલો ધ્યાને લેતા તેમજ ગુનાની ગંભીરતા અને સજાની જોગવાઈ ધ્યાને લેતા, હાલની જામીન અરજી આ તબકકે મંજૂર કરવા પાત્ર જણાતી ન હોઈ,
ન્યાયના હિતમાં આ કામના અરજદાર આરોપી ઠકકર મહેશભાઈ રમેશભાઈ, રહે.રળીયાતનગર, આદર્શ ચોકડીની બાજુમાં, ભાડાના મકાનમાં, તા.જી.પાટણ તથા મુળ રહે.સોઢવ, તા.હારીજ, જી.પાટણવાળાની પાટણ સીટી ‘એ’ ડીવીઝન પો.સ્ટે. ગુનારજી.નં.11217019230091/2023 ઈ.પી.કો.કલમ-306, 420, 506(2) મુજબના ગુનાના કામની કિ.પ્રો.કોડની કલમ-439અન્વયેની રેગ્યુલર જામીન ઉપર મુકત થવા સંબંધેની અરજી નામંજુર કરવા હુકમ પ્રકાશચંદ્ર ઈશ્વરભાઈ પ્રજાપતિ બીજા એડીશનલ સેશન્સ જજ દ્વારા કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
0 comments:
Post a Comment