Tuesday, April 11, 2023

પેટલાદમાં પિતરાઈ ભાઈએ સગર્ભા બહેનના પેટ પર લાતો મારી, પોલીસ ફરિયાદ નોંધાઈ | Cousin kicks pregnant sister's stomach in Petlad, police complaint registered | Times Of Ahmedabad

આણંદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

આણંદના પેટલાદ શહેરમાં આવેલી હોજવાળી ચાલીમાં પિયર આવેલી સગર્ભાના પિતરાઇ ભાઈએ જ કોઇ બાબતે ઝઘડો કરી તેના પેટમાં આડેધડ લાતો મારતા ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગે પેટલાદ શહેર પોલીસે સગર્ભાના પિતરાઇ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પેટલાદની હોજવાળી ચાલીમાં શ્યામ પ્રકાશ મીલની ચાલીની સામે આવેલા આશાપુરી રોડ પર રહેતા મીનાક્ષીબહેન રાહુલભાઈ ચાવડા (ઉ.વ.38)ના લગ્ન પાંચેક મહિના પહેલા થયાં હતાં. તેઓ તેમના સાસરીમાં હતાં તે દરમિયાન ગર્ભ રહ્યો હતો. આથી, તેમને આરામ કરવા કેટલાક દિવસથી પિયર આવ્યાં હતાં. દરમિયાનમાં 9મી એપ્રિલના રોજ સવારના દસેક વાગ્યાના સુમારે મીનાક્ષીબહેન અને તેના કાકાનો દિકરો જીતેન્દ્ર ધનજી મકવાણા વચ્ચે કોઇ કારણસર બોલાચાલી થઈ હતી. જેમાં જીતેન્દ્ર અપશબ્દ બોલતો હોવાથી મીનાક્ષીબહેનના પિતાએ આવીને અપશબ્દ બોલવાની ના પાડી હતી. જેથી જીતેન્દ્ર વધુ ઉશ્કેરાયો હતો અને સીધો મીનાક્ષીબહેન પર હુમલો કર્યો હતો. તેને ગાલ પર લાફા માર્યા બાદ પેટમાં આડેધડ લાતો મારતા ગંભીર ઇજા પહોંચી હતી. આ ઉપરાંત જીતેન્દ્રએ તેને મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ અંગે મીનાક્ષીબહેન ચાવડાની ફરિયાદ આધારે પેટલાદ શહેર પોલીસે જીતેન્દ્ર ધનજી મકવાણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.