અમદાવાદ18 મિનિટ પહેલા
- કૉપી લિંક
હથિયારોની ખરીદી-વેચાણ તો થાય છે પરંતુ, હથિયારનું ઇન્સ્ટાગ્રામથી ખરીદી અને વેચાણ પહેલીવાર સામે આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઇન્સ્ટાગ્રામ આધારે હથિયારોની ખરીદી વેચાણ કરતા શખસનો પર્દાફાશ કરીને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે. આ આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ડિજિટલી હથિયાર ખરીદીનું કૌભાંડ ઝડપાયું
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઇસનપુરથી રાજુસિંગ ઉર્ફે રાજ રાઠોડની એક પિસ્તોલ સાથે ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ કરીને ડિજિટલી હથિયાર ખરીદીનું કૌભાંડ ઝડપાયું છે. આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર રાજસ્થાનથી હથિયાર લઈને ફોટો પડાવી મુક્યો હતો જેથી, ફોલોવર્સ વધ્યા હતા. જેમાં એમપીનો વિશાલ પણ ફોલોઅર હતો. વિશાલે આરોપીનો નંબર મેળવીને તેનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ અલગ-અલગ હથિયારોના ફોટો અને વીડિયો મોકલ્યા હતા.
ક્રાઈમ બ્રાન્યે આરોપીની ધરપકડ કરી
આરોપી વિશાલના વતન એમપી જઈને હથિયાર પણ જોઈ આવ્યો હતો જેમાંથી પકડાયેલ પિસ્તોલ ત્યાંથી લાવ્યો હતો. જેને ઇન્સ્ટાગ્રામ પર જ વેચવાની હતી જેમાં સફળતા મળે તો બીજા વધારે હથિયાર વેચવાનું આયોજન હતું તે પહેલાં જ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યા હતા.