અમદાવાદ/ સુરત10 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. આજે રાજ્યના 3 હજાર કેન્દ્ર પર 9.53 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષાર્થી નોંધાયા હતા. પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષાર્થીઓ પોતના ઘર તરફ પરત ફરી રહ્યા છે. ત્યારે રેલવે સ્ટેશન અને તમામ એસટી ડેપો પર મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓના ટોળે ટોળા જોવા મળી રહ્યા છે. જેમાં અમદાવાદ જિલ્લામાં 1,44,990 વિધાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા. છે. જેઓ એસટી બસ અને રેલવે મારફતે પરત ફરી રહ્યા છે. સુરતમાં 60000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ત્યારે પોતાના નિવાસ્થાને પરત ફરતા ઉમેદવારોનો એસટી ડેપો ખાતે મોટી સંખ્યામાં જમાવડો જોવા મળ્યો હતો.
ગીતામંદિર બસ સ્ટેશન પર પરિક્ષાર્થીઓની મોટી ભીડ
અમદાવાદ જિલ્લામાં 494 જેટલા પરીક્ષા કેન્દ્ર રાખવામા આવ્યા છે. જિલ્લામાં કુલ 1,44,990 વિધાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા. છે. જેઓ એસટી બસ અને રેલવે મારફતે પરત ફરી રહ્યા છે. પરીક્ષા પત્યા બાદના એક કલાકમાં ગીતામંદિર એસટી બસ સ્ટેશન પર પરિક્ષાર્થીઓની ઘરે પરત ફરવા મોટી ભીડ જોવા મળી હતી.

એસટી સ્ટેશને વધારાની 200 બસો મુકાઈ
એસટી નિગમ દ્વારા 200 જેટલી વધારાની બસો મુકવામાં આવી છે. ખાસ કરીને ભાવનગર, પંચમહાલ, સુરત, સુરેન્દ્રનગર તરફની બસો વધુ છે. નિગમ દ્વારા સ્ટેશન પર બે વધારાના કાઉન્ટર પણ ઉભા કરવામાં આવ્યા છે. નિગમના અધિકારીઓ ઉભા પગે સ્ટેશન પર ફરજ બજાવતા જોવા મળ્યા હતા.

બસ સ્ટેશન પર એસટી બસોની લાઈનો
પરિક્ષાર્થીઓની ભીડ વધતા સ્ટેશનની આસપાસ નાસ્તાની દુકાનો ધરાવતા લોકોને ફાયદો થયો હતો. ગીતામંદિર બસ સ્ટેશન પર એસટી બસોની લાઈનો જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાને ધ્યાનમાં રાખીને નિગમ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું.

પરીક્ષાર્થીની સુરત એસટી ડેપો ખાતે ભારે ભીડ
જુનિયર ક્લાર્કની પરીક્ષા આજે પૂર્ણ થઈ છે. સુરતમાં 60 હજારથી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. ત્યારે ઉમેદવારોને પરત પોતાના નિવાસ્થાને જવા માટે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી છે. પરીક્ષાર્થીઓનો એસટી ડેપો ખાતે મોટી સંખ્યામાં જમાવડો જોવા મળ્યો હતો. ભારે ભીડ ઉમેદવારોની એસટી ડેપો ખાતે હતી અને અફરાતફરી જેવો માહોલ થયો હતો.

એસટી ડેપો ખાતે થોડા સમય માટે અફરાતફરી
જુનિયર ક્લાર્કની પરીક્ષા આજે શાંતિપ્રિય માહોલમાં પૂર્ણ થઈ છે. સુરતમાં તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમદાવાદ, આણંદ, વડોદરા સહિતના જિલ્લામાંથી 60 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવા સુરત આવ્યા હતા. આ તમામ ઉમેદવારો પરીક્ષા આપ્યા બાદ પોતાના નિવાસ્થાને જવા માટે પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ થોડા સમયમાં એસટી ડેપો ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારોની ભીડ ઉમટી પડી હતી. મોટી સંખ્યામાં ઉમેદવારો એક સાથે એસટી ડેપો ખાતે આવતા થોડા સમય માટે અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો.

એસટી નિગમ દ્વારા વિશેષ તૈયારી
સુરત એસટી નિગમ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાને ધ્યાન રાખી ઉમેદવારો માટે અગાઉથી વિશેષ તૈયારી કરી લેવામાં આવી હતી. એસટી નિગમ દ્વારા સુરત બસ સ્ટેશનની સાથે આવેલા ગ્રાઉન્ડમાં એક્સ્ટ્રા બસો અગાઉથી જ મૂકી દેવામાં આવી હતી. અમદાવાદ બરોડા આણંદ તાપી ડાંગ નવસારી સહિતના તમામ જિલ્લાઓ માટે જુદા જુદા ગામોમાંથી પસાર થતી એક્સટ્રા બસો દોડાવવામાં આવી હતી. ઉમેદવારો એસટી ડેપો ખાતે પહોંચીને પોતપોતાના ઘર તરફ જતી બસોનો ઉપયોગ કરી બેસી રવાના થતા એક્સ્ટ્રા બસો ખૂબ જ કારગત સાબિત થઈ હતી.

150થી વધુ ઉમેદવારો માટે કારગત
એસ.ટી. વિભાજય નિયામક પીવી ગુર્જર જણાવ્યું હતું કે, સુરત એસટી વિભાગ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇ 150થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કર્યો હતો. આ માટે અગાઉથી જ બધી તૈયારીઓ કરી લેવામાં આવી હતી. આજે એસટી તંત્ર દ્વારા કોઈપણ ઉમેદવારને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે અમારો એક્સ્ટ્રા સ્ટાફ પણ તૈયારીમાં લગાવી દેવામાં આવ્યો હતો. ખાસ કરીને ગામડાઓમાંથી આવતા ઉમેદવારો પરેશાન ન થાય તે માટે સતત સૂચનાઓ પણ અહીંથી આપવામાં આવી રહી હતી.